IPL 2024: IPL ઓક્શનમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક આગામી સિઝન માટે કોલકાતા પહોંચી ગયો છે. કોલકાતા નાઈટ રાઈડર્સે સ્ટાર્કને સાઈન કરવા માટે 24.75 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરીને ઈતિહાસ રચ્યો હતો. તે IPLની(IPL 2024) હરાજીમાં વેચાયેલો સૌથી મોંઘો ખેલાડી છે.સ્ટાર્કા ભારત પહોંચવાની જાણકારી IPL ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ ખુદ પોતાના ઇંસ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી છે.
9 વર્ષ બાદ IPLમાં વાપસી કરી રહી છે
મિચેલ સ્ટાર્ક હવે ઈજાના કારણે 2015 એટલે કે 9 વર્ષ બાદ IPLમાં વાપસી કરી રહ્યો છે અને ટેસ્ટ ક્રિકેટને પ્રાથમિકતા આપી રહ્યો છે. સ્ટાર્કે શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની નવી KKR ટીમમાં સામેલ થવાની આતુરતા વ્યક્ત કરી છે. 2014 અને 2015માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે રમ્યા બાદ, સ્ટાર્ક ફરી એકવાર ગોલ્ડ અને પર્પલ રંગની જર્સી પહેરવા માટે ઉત્સાહિત છે.
KKRએ 2018ની સિઝન માટે સ્ટાર્કને ખરીદ્યો હતો. પરંતુ ફ્રેન્ચાઇઝીએ તેને એક પણ મેચ ન રમ્યા બાદ છોડી દીધો હતો. 27 IPL મેચોમાં 34 વિકેટ અને 7.17ના ઇકોનોમી રેટ સાથે, 34 વર્ષીય ખેલાડી આગામી મેચોમાં નોંધપાત્ર પ્રભાવ પાડવાનું લક્ષ્ય રાખશે. KKR 23 માર્ચે ઈડન ગાર્ડન્સ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે તેની સીઝનની શરૂઆત કરશે.
KKR બે વખત IPL જીતી ચૂક્યું છે
કોલકાતા નાઈટ રાઈડર્સે 2012 અને 2014માં દિગ્ગજ ગૌતમ ગંભીરની કપ્તાની હેઠળ બે વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. ગંભીરની કેપ્ટનશીપ હેઠળ કેકેઆરને હરાવવા માત્ર મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય પણ હતું. KKR 2021માં પણ ફાઈનલ રમી હતી, જેમાં તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા પરાજય થયો હતો.
View this post on Instagram
સ્ટાર્કના ઈન્ટરનેશનલ કરિયરની વાત કરીએ તો મિચેલ સ્ટાર્કે અત્યાર સુધી પોતાના ઈન્ટરનેશનલ કરિયરમાં 89 ટેસ્ટ, 121 ODI અને 60 T20 મેચ રમી છે. તેના નામે ટેસ્ટમાં 358 વિકેટ, વનડેમાં 236 વિકેટ અને ટી20માં 74 વિકેટ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App