છેતરપીંડી (Fraud)ના કિસ્સાઓ ખુબ જ વધી રહ્યા છે. એવામાં દેવભૂમિ દ્વારકા(Devbhoomi Dwarka) જિલ્લામાં બનાવટી ડ્રાઇવિંગ લાયસન્સ કૌભાંડ સામે આવ્યો છે. જેમાં દ્વારકા જિલ્લાના સલાયા(Salaya) ખાતેથી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ સિવાય ઉકત પ્રકરણ વિસ્તર્યુ હોવાની આંશકા સાથે એસઓજી (SOG)એ પણ વધુ તપાસ કરતા મીઠાપુર (Mithapur)ના આરંભડા પંથકમાંથી વધુ એક બનાવટી ડ્રાઇવિંગ લાયસન્સ(Fake driving license) કૌભાંડ સામે આવ્યો છે. આ કિસ્સામાં પોલીસે અગીયાર આરોપીને પકડી પાડ્યા છે. આરોપીઓ પાસેથી કુલ પંદર બનાવટી ડ્રાઇવિંગ લાયસન્સ(Driving license) પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે.
આ કેસમાં પહેલા ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, આ પછી બાતામીના આધારે એસઓજીએ વધુ જીણવટભરી તપાસ કરતા વધુ અગિયાર આરોપીઓની સંડોવણી સામે આવી હતી. તેથી પોલીસે અન્ય શખ્સો અલી આમદ ભગાડ, અલીરજા મોહમદહુશેન ગજન, ઈરફાન અનવર ગજન, ખીમાં દેવા વારસાકીયા, ઇમરાન મામદ પઢીયાર, બિલાલ યાકુબ સિદી, ફિરોજ અયુબ ગાડા, યુસુફ બિલાલ ગજનને પણ સકંજામાં લીઘા હતા.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીઓ નકલી ડ્રાઇવીંગ લાયસન્સ બનાવી કોઈપણ રાજ્ય સેવક તેની ફરજ દરમ્યાન ડ્રાઇવીંગ લાયસન્સની માંગણી કરે તો તેની સાથે ઠગાઈના ઇરાદે ખોટા ડ્રાઇવીંગ લાયસન્સને ખરા તરીકે ઉપયોગ કરી ઠગાઈ આચરતા હતા. આ સિવાય આરોપીઓ ખોટા ડ્રાઇવીંગ લાયસન્સ બનાવવા માટે અધિકારી કરે તેવી ખોટી ડીઝીટલ ઇલેક્ટ્રોનિક સહી કરી બનાવટી ડ્રાઇવીંગ લાયસન્સ બનાવતા હતા. પરંતુ, એસઓજીએ આ દરેક ભેજાબાજની ધરપકડ કરી છે. તેમજ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.