સુરતના વધુ એક પરિવારે મહેકાવી માનવતા! બ્રેઇનડેડ વ્યક્તિના અંગદાનથી ત્રણ લોકોને મળશે નવજીવન

સુરત(Surat) હવે માત્ર ડાયમંડ સિટી(Diamond City) જ નહીં, પરંતુ અંગદાનના શહેર તરીકે પણ જાણીતું થઈ રહ્યું છે. ત્યારે હાલ સુરતના વધુ એક પરિવારે અંગદાન(organ donation)…

સુરત(Surat) હવે માત્ર ડાયમંડ સિટી(Diamond City) જ નહીં, પરંતુ અંગદાનના શહેર તરીકે પણ જાણીતું થઈ રહ્યું છે. ત્યારે હાલ સુરતના વધુ એક પરિવારે અંગદાન(organ donation) કરી માનવતા મહેકાવી છે. જેમાં એક યુવકનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હોવાને કારણે તેઓને બ્રેઇનડેડ(Braindead) જાહેર કર્યા હતા. ત્યારબાદ પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો.

મળતી માહિતી અનુસાર, સુરતના ઓલપાડ વિસ્તારમાં રહેતા મનોજ મહંત જેઓ મૂળ બિહારના ગોપાલગંજના રહેવાસી હતા. તેઓ સુરતમાં બાલાજી કંપનીમાં કામ કરતા હતા. આ દરમિયાન તેઓ બાઈક પર જતા હતા. તે સમયે તેમની બાઈકની ટક્કર થઇ જતા ઘટના અકસ્માત સર્જાયો હતો. જેને પગલે તેઓને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ત્યારબાદ તેઓને તાત્કાલિક પણે સારવાર અર્થે સિવિલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન હોસ્પિટલના તબીબોએ બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. જેને પગલે મનોજ મહંતના પરિવારના લોકોએ અંગદાનનો નિર્ણય કરી માનવતા મહેકાવી હતી. મનોજભાઈની બે કિડની અને લિવરનું દાન કરીને બીજા ત્રણ જરૂરિયાતમંદ લોકોના જીવ બચાવ્યા હતા.

ત્યારે મનોજભાઈના પરિવારજનોના આ નિર્ણયથી ત્રણ લોકોને નવું જીવનદાન મળ્યું હતું, આવી જ રીતે આ પરિવારના લોકોએ તેમના અંગોનું દાન કરીને બીજા ત્રણ લોકોને નવું જીવનદાન આપીને સમાજમાં માનવતા મહેકાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *