યુક્રેનના ડ્રોન હુમલામાં રશિયામાં મોતને ભેટેલા યુવકના મૃતદેહને લઈ મુંજવણમાં મુકાયો પરિવાર…

Hemil Mangukiya: રશિયા યુક્રેન યુદ્ધમાં સુરતના રહેવાસી યુવકનું મોત થયું છે તો બીજી તરફ તેનો મૃતદેહ પરિવાર સુધી પહોંચે તે માટે પરિવારજનો ચિંતિત હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ એમ્બીસી તરફથી હેમિલનો મૃતદેહ ભારત પહોંચશે તેમ જણાવવામાં આવ્યું છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, ઇન્ડિયન એમ્બીસી(Hemil Mangukiya) તરફથી હેમિલનો મૃતદેહ ભારત પહોંચશે. જ્યારે પરિવારે રશિયા જઈને મૃતદેહ લાવવાની તૈયારી પણ કરી દેવામાં આવી હતી. જોકે હવે ઇન્ડિયન એમ્બેસી તરફથી જવાબ મળતા પરિવારે રાહત અનુભવી છે.

વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ
રશિયા અને યુક્રેન દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધમાં સુરતના યુવકનું મોત નીપજ્યું છે. સુરતમાં રહેતો હેમિલ અશ્વિનભાઈ માંગુકિયા નામના યુવકનું યુદ્દ્ધમાં મોત નીપજ્યું છે. સુરતનો યુવક બે મહિના પહેલા રશિયા ગયો હતો જ્યાં ડ્રોન હુમલામાં તેનું મોત થયું છે. વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે તો બીજી તરફ તેનો મૃતદેહ પરિવાર સુધી પહોચે તે માટે પરિવાર ચિંતામાં હતો પરિવારના સભ્યો હેમિલનો મૃતદેહ લેવા જાતે રશિયા જવા પણ તૈયાર થયા હતા જો કે પરિવારજનોના જણાવ્યા મુજબ એમ્બીસી તરફથી હેમિલનો મૃતદેહ ભારત પહોચશે તેમ જણાવવામાં આવ્યું છે

એમ્બેસી તરફથી જવાબ મળતા પરિવારે રાહત અનુભવી
હેમિલના કાકા સુરેશભાઈ માંગુકીયાએ જણાવ્યું હતું કે હેમિલ સાથે જે છોકરાઓ કામ કરતા હતા તેનો ફોન આવ્યો હતો સમીર નામનો છોકરો તેની જોડે કામ કરતો હતો અને તે છોકરાએ જાણ કરી હતી કે ડ્રોન હુમલો થયો છે તેમાં હેમિલનું મોત થયું છે. અમે 4 થી 5 દિવસથી એમ્બીસી સાથે સંપર્કમાં હતા પણ ત્યાંથી કોઈ જવાબ આવતો ન હતો જો કે કાલની તારીખમાં અમને મેસેજ મળ્યો છે કે મૃતદેહની જાણકારી આર્મી તરફથી અમને મળી છે અને મૃતદેહ 3 થી 4 દિવસમાં ભારત સુધી પહોચાડશે.

વધુમાં જણાવ્યું હતું કે શરુઆતમાં અમને એમ હતું કે અમારે જાતે જ રશિયા જવું પડશે જેના માટે અમે વિઝા પણ મૂકી દીધા હતા અને અમે 3 જણા અમે અહીંથી જવાના પણ હતા પણ કાલની તારીખથી અમને એમ્બેસીમાંથી એવા મેસેજ મળ્યા છે કે મૃતદેહને તમારા સુધી અમે પહોચતી કરી દઈશું.

વહાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. તો બીજી તરફ તેનો મૃતદેહ પરિવાર સુધી પહોંચે તે માટે પરિવાર ચિંતામાં હતો. પરિવારના સભ્યો હેમિલનો મૃતદેહ લેવા જાતે રશિયા જવા પણ તૈયાર થયા હતા અને વિઝા પણ એપ્લાય કરી દીધા હતા. જો કે પરિવારજનોના જણાવ્યા મુજબ ઇન્ડિયન એમ્બેસી તરફથી હેમિલનો મૃતદેહ ભારત પહોંચશે તેમ જણાવવામાં આવ્યું છે.