છત્તીસગઢ (Chhattisgarh): રાયપુર (Raipur)માં એક ઘરમાં LPG સિલિન્ડર (LPG cylinder)માં વિસ્ફોટ(burst) થયો હતો. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ તેની અસર આસપાસના ઘરો સુધી જોવા મળી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બાલ્કનીમાં રાખેલા ગેસ સિલિન્ડરનો વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસના ઘરની બારીઓના કાચ પણ તૂટી ગયા, જ્યારે બાલ્કનીમાં રહેલી લોખંડની ગ્રીલ પણ ક્ષતિગ્રસ્ત થઈને નીચે પડી ગઈ. તે જ સમયે ગેસ સિલિન્ડર ફાટ્યા બાદ તેનો કાટમાળ ઘરની બહાર રોડ પર વિખરાઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર, આ મામલો કબીરનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. બ્લાસ્ટ બાદ પરિવારના સભ્યો ઉતાવળે બહાર નીકળી ગયા હતા. સિલિન્ડર ફાટવાનો અવાજ એટલો જોરદાર હતો કે આસપાસના ઘરના લોકો પણ ચોંકી ગયા હતા. આ ઘટના શુક્રવારે સવારે કબીર નગરની ઈમ્પીરિયલ સોસાયટીમાં રહેતા પંકજ દુબેના ઘરમાં બની હતી જ્યારે બધા સૂતા હતા. લગભગ છ વાગ્યે એકાએક જોરદાર ધડાકો થયો.
બ્લાસ્ટનો અવાજ સાંભળીને બધા ચોંકી ગયા હતા. બાલ્કનીમાંથી વિસ્ફોટનો અવાજ સાંભળીને પંકજ બહાર આવ્યો ત્યારે તેણે જોયું કે ગેસ સિલિન્ડરમાં ધડાકો થયો હતો. તેણે તરત જ ઘરના તમામ સભ્યોને સુરક્ષિત બહાર કાઢ્યા. બ્લાસ્ટનો અવાજ સાંભળીને આસપાસના લોકો પણ ઘરની બહાર આવી ગયા હતા. જો કે ગેસ સિલિન્ડરમાં થયેલા બ્લાસ્ટમાં કોઈને ઈજા થઈ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.