આજના શુક્રવારના દિવસે સંતોષીમાતાની કૃપાથી આ રાશિના લોકોના ભાગ્ય ખુલી જશે

મેષ: તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવા માટે પહેલાં તમારું જાત અવલોકન કરો. જેથી તમારી અંદર માનસિક શક્તિ અને ઊર્જાનો સંચાર થશે. આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ ખૂબ…

મેષ: તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવા માટે પહેલાં તમારું જાત અવલોકન કરો. જેથી તમારી અંદર માનસિક શક્તિ અને ઊર્જાનો સંચાર થશે. આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ ખૂબ જ સારો છે.  બીજા લોકોની વાતોમાં ધ્યાન આપવાની જગ્યાએ પોતાની કાર્ય ક્ષમતા પર વિશ્વાસ રાખી કામ કરતા રહો. કોઇપણ યાત્રા કરવા માટે આજનો દિવસ સારો નથી.

મિથુન:કોઇ અટવાયેલાં કે ઉધાર આપેલાં રૂપિયા સહેલાઈથી પાછા આવવાની શક્યતા છે. એટલે તમારું ધ્યાન તમે પેમેન્ટને એકઠું કરવામાં  કેન્દ્રિત કરો. તમે તમારી વાણી અને કાર્યક્ષમતા દ્વારા કોઇપણ કાર્ય કરવામાં સફળ રહેશો.  રૂપિયા આવવાની સાથે-સાથે ખખર્ચો પણ થશે. તમારું બજેટ સંભાળીને રાખો. તમારા વ્યવહારને થોડો સંયમિત જાળવી રાખો.

સિંહ:ઘરમાં ધાર્મિક કાર્ય થઇ શકે છે. મોટાભાગનો સમય ધર્મને લગતા કામમાં પસાર થશે. ઘરમાં પોઝિટિવ એનર્જી રહેશે. આજે વર્ષોથી અટકેલું સરકારી કામ પૂર્ણ થશે.  બાળકોની ગતિવિધિઓ તથા સંગત ઉપર ધ્યાન આપો. આ સમયે બાળકોને ખીજાવાની જગ્યાએ તેમની સાથે મિત્ર જેવો વ્યવહાર રાખો તે સારું રહેશે.

તુલા:આજનો દિવસ મહિલાઓ માટે ખૂબ જ ફલદાયક છે. તમે તમારી ક્ષમતા અને પ્રતિભા દ્વારા કોઇ લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો. ઘરના વડીલોની દેખરેખ અને સેવાભાવ તમારા ભાગ્યમાં વધારો કરશે. જૂની નકારાત્મક વાતોની અસર વર્તમાન સ્થિતિ ઉપર થઇ શકે છે. જેના કારણે નજીકના મિત્રો સાથે સંબંધ ખરાબ થશે.

ધન:ઘરમાં નજીકના મહેમાન આવી શકે છે. એકબીજાને મળવાથી ઘરનું વાતાવરણ સારું રહેશે. ધાર્મિક તથા અભ્યાસને લગતાં કાર્યોમાં સમય જશે. તમારી જે યોજના અન્ય સામે જાહેર થઇ જાય છે. તેને પૂર્ણ થવામાં ખૂબ જ અડચણો આવે છે. તમારી ગતિવિધિઓની વાત કોઈને કરશો નહિ.

કુંભ:નજીકના મિત્રો સાથે મળવાનું થઇ શકે છે. ઘરમાં બાળકોની કિલકારીને લગતાં કોઇ શુભ સમાચાર મળવાથી ઘરનું વાતાવરણ સારું રહેશે. ઘરના વડીલ વ્યક્તિઓના સ્વાસ્થ્ય બગડી શકે છે. સમસ્યા વધવાથી ઘર અસ્ત-વ્યસ્ત થઇ શકે છે. તમે તમારી ચિંતાને ઘરના અન્ય લોકો સામે જાહેર કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *