બુધવારે સવારથી જ આ રાશિના ભાગ્ય ચમકી જશે: જાણો કોણ છે તે નસીબદાર

મેષ:સમય ભાગ્ય વર્ધક છે. મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક બનશો જે આગળ ચાલીને તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તમે પોતાને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. કામ વધારે હોવાના લીધે ક્યારેક તમારા સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે છે. જેની અસર ઘરની વ્યવસ્થા ઉપર પણ પડશે.

વૃષભ:તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે થોડી રચનાત્મક ગતિવિધિઓમાં રસ લેશો. તમારી જીવનશૈલીને પણ વધારે ઉન્નત કરવા માટે પ્રયાસ કરતાં રહેશો. પરણિતા વ્યક્તિઓએ સાસરિયા પક્ષ સાથે કોઇ પ્રકારનો મતભેદ થવાની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે. ધૈર્ય અને સંયમ જાળવીને રાખવું જરૂરી છે.

મિથુન:આજે ધાર્મિક આયોજન સંબંધિત કાર્યમાં વ્યસ્તતા રહેશે અને સમાન વિચારધારાવાળા કોઇ વ્યક્તિ સાથે સંપર્ક બનાવવો તમારા માટે પ્રસન્નતા દાયક રહેશે. બાળકોના કરિયર અને લગ્નને લઇને ચિંતા રહેશે. કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુના ખોવાઇ જવા કે ચોરી થવાની આશંકા છે.

કર્ક:વડીલ તથા વરિષ્ઠ વ્યક્તિઓનો આશીર્વાદ અને સહયોગ મળશે. થોડાં જૂના સંબંધોમાં સુધાર આવશે. ધન સંબંધિત ગતિવિધિઓ પોઝિટિવ બની રહેશે. સંતાન સાથે સંબંધિત કાર્યોમાં વધારે ખર્ચની સ્થિતિ રહેશે. ભાવુકતાના આવેશમાં લોકો તમારો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું.

સિંહ:આજે દિવસની શરૂઆત સંતોષજનક કાર્યોથી થશે. મિત્રો અથવા સહયોગીઓ સાથે ફોન ઉપર પણ કોઇ મહત્ત્વપૂર્ણ વાર્તાલાપ ફાયદાકારક સાબિત થશે. દિવસના બીજા પક્ષમાં સાવધાન રહેવાની જરૂર છે. અચાનક કોઇ મુશ્કેલી તમારી સામે ઊભી થઇ શકે છે. ખોટાં કાર્યોમાં પણ સમય પસાર થશે.

કન્યા:દિવસની શરૂઆત કોઇ સુખદ ઘટના સાથે થશે. આર્થિક મામલે વિજય પ્રાપ્ત થશે. કાર્ય યોજનાઓ પણ સફળ રહેશે. કોઇ જમીન સંબંધિત અટવાયેલો મામલો પણ ઉકેલાઇ જશે. આવકના સાધન તો વધશે પરંતુ સાથે જ ખર્ચ વધારે રહેવાના કારણે તણાવ અનુભવ થશે. થોડી નકારાત્મક પ્રવૃત્તિના લોકો તમારા કાર્યોમાં વિઘ્ન ઊભું કરવાની કોશિશ કરી શકે છે.

તુલા:સમય શાંતિદાયક અને ધનદાયક ચાલી રહ્યો છે. ઘરમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવાની કોશિશ સફળ રહેશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને અનુસંધાનમાં યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારની યાત્રાને સ્થગિત રાખવી યોગ્ય છે જેમાં સમય વ્યર્થ થવા સિવાય અન્ય કંઇ જ પ્રાપ્ત થવાનું નથી.

વૃશ્ચિક:તમારો આત્મવિશ્વાસ નવી આશા અને આશાઓને જાગૃત કરશે. કોઇપણ વિપરીત પરિસ્થિતિનું સમાધાન મેળવવામાં તમે સક્ષમ રહેશો. અન્યના મામલે વધારે હસ્તક્ષેપ કરવાથી દૂર રહો. કોઇ પ્રકારનો વાદ-વિવાદ અથવા ઝઘડો થવાના અણસાર બની રહ્યા છે.

ધન:આજે સમાન વિચારધારાના લોકોને મળવાથી તમારી અંદર એક નવી ઊર્જા પ્રવાહિત થશે. ખેલકૂદ સાથે જોડાયેલાં વિદ્યાર્થીઓ માટે લાભદાયક સુઅવસર પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિઓ થોડી પરેશાન કરી શકે છે. ઘર-પરિવારનું વાતાવરણ નકારાત્મક બનશે.

મકર:આજે સમય મિશ્રિત ફળદાયક છે. દિવસની શરૂઆત સારી થશે. તમારી મહત્ત્વપૂર્ણ યોજનાઓ ઉપર ધ્યાન આપો અને તેના ઉપર તરત કામ શરૂ કરી દો. સમયના બીજા પક્ષમાં એવો અનુભવ થશે કે સ્થિતિઓ તમારા હાથમાંથી સરકી રહી છે. ધૈર્ય અને સંયમથી તમે સમસ્યાને કાબૂ કરી લેશો.

કુંભ:આજે ચંદ્ર તમારી રાશિમાં ભ્રમણ કરશે જે તમારા માટે લાભના દ્વાર ખોલી શકે છે. માત્ર વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘરમાં અને સમાજમાં સન્માન પ્રાપ્ત કરશો. ઉતાવળ અને ભાવુકતામાં કોઇ નિર્ણય લેશો નહીં. કોઇ પ્રિયજન દ્વારા કોઇ અશુભ સમાચાર પ્રાપ્ત થવાથી મનમાં નિરાશા રહેશે.

મીન:બપોર પછી પરિસ્થિતિઓ તમારા માટે અનુકૂળ રહેશે. કોઇ શુભચિંતકની મદદ તમારા માટે આશાનું કિરણ લઇને આવશે. વિદ્યાર્થીઓને મહેનતનું યોગ્ય ફળ પ્રાપ્ત થશે. દિવસની શરૂઆત થોડી કષ્ટદાયક સાબિત થશે અને ધૈર્ય અને સંયમથી કામ લેવું. વાહન અથવા કોઇ મોંઘા ઇલેક્ટ્રોનિક્સ ખરાબ થવાથી મોટો ખર્ચો સામે આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *