હાલમાં સ્ત્રીઓની સાથે થઈ રહેલ માનસિક તથા શારીરિક અત્યાચારની પણ ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. આની સાથે જ આત્મહત્યાની ઘટનામાં પણ ઘણો વધારો થઈ રહ્યો છે. હાલમાં પણ આવી જ એક ઘટના હાલમાં સામે આવી રહી છે.
રાજકોટ શહેરમાં આત્મહત્યાનો સિલસિલો યથાવત્ જ રહેલો છે. હાલમાં વધુ એક યુવાને આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લીધુ છે. કોરોનાની વૈશ્વિક મહામારીની વચ્ચે બહારગામ ફરવાં જવાંની પિતાએ ના પાડતાં યુવાને આત્મહત્યા કરી લીધી છે. બીજી ઘટનામાં મઘરવાડામાં ઝેરી જાનવર કરડી જવાંને કારણે પ્રૌઢનું મોત નીપજ્યું હતું.
કુવાડવા ગામમાં રહેતાં જયવીર ધર્મેશભાઇ સોલંકી નામનાં યુવાને રવિવારનાં રોજ એના ઘર પર જ ઝેરી દવા પી લીધી હતી. પુત્રએ ઝેરી દવા પી લીધાની જાણ થતાં જ પરિવારજનો તરત જયવીરને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતાં. જ્યાં જયવીરનું સારવારમાં મોત પણ નીપજ્યું હતું.
આ ઘટનાની જાણ થતાં કુવાડવા રોડ પોલીસમથકનાં હેડ કોન્સ.M.L.ઝાલા સહિતનો સ્ટાફ ખાનગી હોસ્પિટલ દોડી આવ્યો હતો. મૃતકનાં પિતા ધર્મેશભાઇને કુલ 2 સંતાન છે. જયવીર એકનો એક દીકરો છે. આ દરમિયાન જયવીરે જન્માષ્ટમીનાં ઉત્સવની રજામાં મિત્રોની સાથે બહારગામ ફરવાં જવાં માટેની વાત કરી હતી પણ હાલમાં કોરોના મહામારીને લીધે ક્યાંય બહાર ન જવાનું પુત્ર જયવીરને જણાવતાં કહ્યું હતું. જે વાતનું જયવીરને ખોટું લાગતા આવું પગલું ભર્યું હોવાંનું જયવીરનાં પિતા ધર્મેશભાઇએ જણાવતાં કહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews