પિતાએ કરાવ્યું બમણી ઉંમરના યુવક સાથે દીકરીનું સગપણ, દીકરીએ લગ્નના દિવસે જ…

હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં, એક યુવતીને તેના ફઈના દીકરા સાથે પ્રેમ થઇ ગયો હતો. જયારે આ વાતની…

હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં, એક યુવતીને તેના ફઈના દીકરા સાથે પ્રેમ થઇ ગયો હતો. જયારે આ વાતની ખબર તેના પિતાને થઇ ત્યારે તેણે પોતાની દીકરીનું સગપણ તેનાથી મોટી ઉંમરના યુવક સાથે કરાવી નાખ્યું હતું. જાણવા મળ્યું છે કે, યુવતીને તે છોકરો ગમતો નહીં હોવાથી તેના પ્રેમી સાથે રહેવા માટે તે ઘર છોડીને ભાગી ગઇ હતી.

પરંતુ રાજકોટ આવ્યા બાદ પ્રેમીની કોઇ ભાળ મળી નહોતી. પ્રેમીની કોઇ ભાળ ન મળતા તે સોરઠિયાવાડી સર્કલ પાસે એકલી બેઠી હતી. આ વાતની જાણ 181ની ટીમને થતા તે ત્યાં પહોંચી હતી. કાઉન્સેલર શીતલબેન સોલંકી અને જી.આર.ડી. પાયલબેન પરમાર દ્વારા તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું ત્યારે યુવતીએ સમગ્ર હકીકત વર્ણવી હતી.

મળતી માહિતી મુજબ, યુવતી સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં રહેતી હતી અને ઘરેથી ભાગીને રાજકોટ પહોંચી હતી. સવારના 5:00 કલાકેથી તે ઘરેથી નીકળી ગઇ હતી. પ્રેમીનો સંપર્ક કરવાની કોશિશ કરી તો તેનો ફોન સ્વિચ ઓફ હતો. તેથી ક્યાં જવું તે એક પ્રશ્ન હતો. યુવતીની આખી વાત સાંભળ્યા બાદ 181ની ટીમે યુવતીના પરિવારજનનો સંપર્ક કર્યો હતો.

યુવતીને ડર એ વાતનો હતો કે, તેના પરિવારજનો તેને સ્વીકારશે નહીં, પરંતુ 181ની ટીમે પરિવારજનોનું કાઉન્સેલિંગ કરતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. 181ના કાઉન્સેલિંગ બાદ પિતાને પણ તેની ભૂલનો અહેસાસ થયો હતો. જ્યારે યુવતીએ પણ ફરી વખત આ રીતે ઘર છોડીને ભાગશે નહીં તેવું વચન આપ્યું હતું.

જે યુવતી ઘરેથી ભાગી હતી તેની પાસે ફોન હતો નહિ અને તેના માતા-પિતાના નંબર પણ ન હતા. આથી 181ની ટીમ દ્વારા ચુડા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યાંથી યુવતીના પરિવારજનોની વિગત મેળવીને તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *