હવે તો હદ થઇ! સુરતના બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે એવો કીમિયો અપનાવ્યો કે, પોલીસને પણ આંખે અંધારા આવી ગયા

ચાલી રહેલા રાત્રી કર્ફ્યું દરમિયાન સુરત શહેરમાં એવાં ઘણાં કેસો સામે આવે છે જેમાં બુટલેગરોને દારૂની હેરાફેરીના કિસ્સામાં પકડી પાડવામાં આવે છે. આ દમિયાન ફરીવાર…

ચાલી રહેલા રાત્રી કર્ફ્યું દરમિયાન સુરત શહેરમાં એવાં ઘણાં કેસો સામે આવે છે જેમાં બુટલેગરોને દારૂની હેરાફેરીના કિસ્સામાં પકડી પાડવામાં આવે છે. આ દમિયાન ફરીવાર અડાજણ વિસ્તારમાંથી પોલીસ દ્વારા દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત SOG અને PCB મળેલી બાતમીના આધારે પોલીસ દ્વારા શહેરના પુણા સારોલી ગેટની સામે આવેલી કુબેરજી સનરાઇઝ વર્લ્ડ ટ્રાવેલ્સમાં આવેલો દારૂ બીયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ જથ્થો મંગવનાર ઈસમની દુકાનમાંથી પણ જથ્થો મળી આવ્યો હતો.

જાણવા મળ્યું છે કે, કોરોના કાળમાં બૂટલેગરોએ દારૂની હેરફેરની નવી ટેકનિક શોધી હતી જેના વિશે જાણીને પોલીસ પણ માથું ખંજવાળતી થઈ ગઈ હતી. બનાવની વિગતો એવી છે કે, ગઈકાલે પીસીબી અને એસોઓજી દ્વારા પેટ્રોલિગ દરમિયાન બાતમીના આધારે કુબેરજી વર્લ્ડ સનરાઇઝ ટ્રાવેલ્સમાં તપાસ કરવામાં આવી હતી. પોલીસે ત્યાંથી દારૂ અને બીયરનો 1,34,600 રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો હતો.

મળતી માહિતી મુજબ, આ જથ્થો મહારાષ્ટ્રના મુંબઈ અને કલ્યાણથી પાર્સલ મારફતે મંગાવવામાં આવ્યો હતો. પોલીસે તપાસ કરતા આ જથ્થો રાજ રોહરાએ મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ જથ્થો ન્યૂ અજંતા ટ્રાન્સપોર્ટ ઉલ્લાસનગરથી સંજય કારીઆએ મોકલ્યો હતો જ્યારે તેને કિશન ભાવનાનીએ સુરતથી મંગાવ્યો હતો.

આ દરમિયાન પોલીસ દ્વારા અડાજણ કેનાલ રોડ ખાતે આવેલી રાજ વર્લ્ડની દુકાન નંબર 403માં દરોડા પાડ્યા હતા. જેમાં કુલ 1,53,600નો જુદી જુદી બ્રાન્ડનો દારૂ બીયરનો જથ્થો અને મુદ્દામાલ મળી આવ્યો હતો. આ દુકાન કિશન ભાવનાની હતી જેથી પોલીસ દ્વારા તેની સામે કાયદસેરની કાર્યવાહી કરવામાં આવી હતી. આમ કુલ 2,88,160 રૂપિયાનો માતબાર મુદ્દામાલ પોલીસને મળી આવ્યો છે.

પોલીસ દ્વારા આ કેસમાં રાહુલ રામચંદાણી ઉલ્લાસનગર, વિક્કી ટેકવાની સુરત, અને મયુરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઉપરાંત કિશનની પોલીસે ધરપકડ કરી હતી. આમ એસઓજી અને પીસીબી દ્વારા સંયુક્ત ઑપરેશન પાર પાડી અને ચોરી છૂપીથી ગેરકાયદેસર દારૂની હેરફેર કરનાર બૂટલેગર ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આમ પોલીસે બૂટલેગરોની ગેંગની દારૂની હેરફેરની ટેકનિકનો પણ પર્દાફાશ કર્યો હતો. જેમાં ટ્રાન્સપોર્ટરોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *