એક બાપ જ પોતાની દીકરી સાથે કરવા માંગતો હતો લગ્ન, ના પાડી તો મોતને ઘાટ ઉતારી દીધી

તુર્કી: તુર્કીથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીંના પિતાએ તેની 13 વર્ષની પુત્રી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જ્યારે છોકરીએ ના પાડી તો તેને નિર્દયતાથી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી હતી. યુવતીની કમનસીબી એવી હતી કે, તેની માતાએ પણ મૃતદેહ લેવાની ના પાડી દીધી હતી, ત્યારબાદ સરકારી કર્મચારીઓએ તેના અંતિમ સંસ્કાર કરવા પડ્યા હતા.

મળતી માહિતી મુજબ, તેમના પિતાનું નામ અહમત મોહમ્મદ દ્વાલા છે. તે તેની 13 વર્ષની પુત્રી અમરા દ્વાલા સાથે લગ્ન કરવા માંગતો હતો. જ્યારે દીકરીએ તેના આ જઘન્ય કૃત્યનો વિરોધ કર્યો ત્યારે તે ગુસ્સે થઈ ગયો હતો. તેણે અમરાને ઢોર માર માર્યો અને પછી તેને જીવતી સળગાવી હતી. ગયા ગુરુવારની આ ઘટના બાદ તરત જ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી હતી. અહમત મોહમ્મદ દ્વાલાએ પુત્રીને ઘરના બાથરૂમમાં લઈ જઈને તેની હત્યા કરી હતી. આ પહેલા, તેણે મોટા અવાજમાં સંગીત વગાડ્યું, જેથી પડોશીઓ પુત્રીની ચીસો સાંભળી ન શકે. ગુનો કર્યા બાદ તે તેની 12 વર્ષની બીજી પુત્રી સાથે ભાગી ગયો હતો. જોકે, થોડા જ કલાકોમાં પોલીસે તેને શોધી કાઢ્યો અને તેને લોકઅપમાં મૂકી દીધો હતો.

આગની જાણકારી પહોંચેલી પોલીસે તાત્કાલિક ગંભીર હાલતમાં જોવા મળેલી અમરા ડ્વાલાને હોસ્પિટલ પહોંચાડી, પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહીં. જો કે, યુવતીએ મૃત્યુ પહેલા પોલીસને નિવેદન આપ્યું હતું. જેના આધારે તેના પિતાની ધરપકડ થઈ શકે છે. અમરાએ કહ્યું કે, તેના પિતા તેની સાથે લગ્ન કરવા માંગતા હતા, જ્યારે તેણે ના પાડી ત્યારે તેઓએ તેને આગ લગાવી દીધી હતી.

મૃત બાળકની માતા તેના બીજા પતિ સાથે લેબેનોનમાં રહે છે. પોલીસે તેમને આ ઘટના અંગે જાણ કરી હતી, પરંતુ તેમણે પુત્રીનો મૃતદેહ લેવાનો ઇનકાર કર્યો હતો. આ પછી, અધિકારીઓએ બાળકીના અંતિમ સંસ્કાર કરવા પડ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, અહમત મોહમ્મદ દ્વાલાએ થોડા સમય પહેલા એક વ્યક્તિ પર છરી વડે હુમલો કર્યો હતો. એટલું જ નહીં, તેણે પોતાની પૂર્વ પત્ની પર ઉકળતું પાણી પણ ફેક્યું હતું. જોકે, ગોથ પિતાએ તમામ આરોપોને નકાર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *