મનોરંજન(Entertainment): આપણે જોવા જઈએ તો આજે બોલીવુડની ફિલ્મોની સાથે-સાથે ભારતના સ્થાનિક ફિલ્મ જગતે ઘણી પ્રગતિ કરીને સફળતાના શિખરોને સર કર્યા છે. આજના સમયમાં બોલીવુડની સરખામણીમાં ગુજરાતી ફિલ્મ જગત ભલે ઘણું પાછળ હોય પરંતુ તેના ઇતિહાસ પર નજર નાંખતા તેનાં ભવ્ય ઐતિહાસિક વારસાના દર્શન થયા વગર રહેતાં નથી. સાથે જ ગુજરાતી ફિલ્મ લોકોને ખુબ જ મનોરંજન પૂરું પડે છે અને આ ગુજરાતી ફિલ્મમાંથી લોકોને કઈક ને કઈક શીખ તો જરૂર મળે છે.
આપણે સૌ જાણીએ છીએ કીએ આ હરીફાઈની દુનિયામાં ઘણા ગુજરાતી ફિલ્મો સામે આવતા હોય છે અને તેમાંથી આપણને મનોરંજન તો મળે જ છે સાથે સાથે કેટલીય વસ્તુઓ આપણને શીખવા મળે છે. વર્તમાન સમયની વાત કરવામાં આવે તો હાલમાં ગુજરાતી ફિલ્મો સફળતાના શિખરો પાર કરી રહી છે. ભારતીય ફિલ્મ જગતનાં ઇતિહાસની જેમ ગુજરાતી ફિલ્મનો ઇતિહાસ પણ ભવ્યતિ ભવ્ય છે.
ત્યારે હવે કોરોનાકાળ બાદ ફરી થીયેટરો શરુ કરી દેવામાં આવ્યા છે. ત્યારે હવે કોરોના જેવી મહામારી આગાઉ થીયેટરોમાં ધૂમ મચાવતું અને સતત સફળતા મેળવતું ફિલ્મ ફરી પાછું સુરતમાં આવી રહ્યું છે. આ ગુજરાતી ફિલ્મનું નામ ‘યુવા સરકાર’ છે. આ ફિલ્મના ડાયરેકટરનું નામ રક્ષિત વસાવડા છે જયારે આ ફિલ્મના લેખક હર્શલ માંકડ હેયાન છે. ગુજરાતી ભાષાના સમર્થ સર્જક એવા નર્મદના શહેર સુરતના મોટા વરાછાના ધ ફ્રાઈડે સિનેમામાં તારીખ 16 ઓક્ટોબરના રોજ આયોજન કરવામાં આવેલ છે. જેમાં આ ફિલ્મના મુખ્ય કલાકારો હર્ષલ માંકડ, આસ્થા મેહતા અને હર્ષિત ઢેબર પણ સુરત ના ખાસ શો માં હાજર રહેશે. લોકચાહના સાથોસાથ ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ ગુજરાતી અને અહેસાસ પીપલ્સ ચોઈસ એવોર્ડ માં કુલ ૭ એવોર્ડ મળી ચૂકયા છે.
યુવા સરકાર એક ગુજરાતી ફિલ્મ છે જે 13 નવેમ્બર, 2020 ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું નિર્દેશન રક્ષિત વસાવડાએ કર્યું હતું અને મેહુલ બુચ, આસ્થા મહેતા, હર્ષલ માંકડ હેયાન અને હર્ષિત ઢેબર મુખ્ય પાત્ર તરીકે હતા. અન્ય લોકપ્રિય અભિનેતા જેમને યુવા સરકાર માટે પસંદ કરવામાં આવ્યા છે જેમનું નામ જીતેન્દ્ર ઠક્કર છે.
યુવા સરકાર એક યુવાન પ્રામાણિક શાળા શિક્ષકની વાર્તા છે જે આકસ્મિક રીતે સક્રિય રાજકારણનો એક ભાગ બને છે. તેની ઈચ્છા સિસ્ટમ બદલવાની છે અને તેના માટે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પ્રામાણિક શિક્ષક એક દિવસ રાજકીય સીસ્ટમને બદલવા માંગતા હતા અને તે સક્રિય રાજકારણનો ભાગ બન્યા હતા અને તેણે ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.