સુરતમાં ABVPના કાર્યકરોનો ઉગ્ર વિરોધ, રસ્તાઓ અને કોલેજો કરાવી બંધ- વિધાર્થીઓની એક જ માંગ જવાબદાર પોલીસને સસ્પેન્ડ કરવામાં આવે

સુરત(Surat): નવરાત્રિના આયોજન દરમિયાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU)માં વિદ્યાર્થી અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ(Friction between student and police)નો મામલો વધુ બિચકતો જઈ રહ્યો છે.…

સુરત(Surat): નવરાત્રિના આયોજન દરમિયાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU)માં વિદ્યાર્થી અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ(Friction between student and police)નો મામલો વધુ બિચકતો જઈ રહ્યો છે. પોલીસ વિરુદ્ધ કડક પગલા લેવાની માંગ સાથે ઉધના વિસ્તારની સિટીઝન કોલેજથી બંધની શરૂઆત કરવામાં આવી હતી.

AVBPના કાર્યકર્તાઓએ કોલેજ બંધ કરાવીને રસ્તા પર ઉતરી આવ્યા હતા ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાણી હતી. આ જ રીતે દિવસ દરમિયાન શહેરની તમામ કોલેજો બંધ કરવા માટે કાર્યકર્તાઓ એકઠા થઇ રહ્યા છે. નવયુગ કોલેજ(Navyug College) બંધ કરાવવા ગયેલા એબીવીપીના શહેર મંત્રી સહિત 9 કાર્યકર્તાઓની અટકાયત રાંદેર પોલીસ દ્વારા કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમ અપાયો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા અશોભનીય વર્તનને લઇને હજુ સુધી પોલીસ કમિશનર દ્વારા કોઇ યોગ્ય પગલા ભરવામાં ન આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉમરા પોલીસ PI તેમજ અન્ય પોલીસ સ્ટાફને સસ્પેન્ડ કરવા માટેની માંગણી દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહી છે.

વિદ્યાર્થીઓની માંગણી પૂર્ણ ન થતા વિદ્યાર્થીઓએ સવારથી જ શહેરોની કોલેજો બંધ કરવાની શરૂઆત કરી દીધી છે. તેમજ રસ્તા પર ઉતરી આવતા ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ મામલે આજે સમગ્ર દિવસ દરમિયાન શહેરની અંદર રાજકીય રીતે ગરમાવો રહેશે.

કોઈ પગલા ભરવામાં ન આવતા આંદોલન: ઉધના વિસ્તારના વિધાર્થી સંગઠન એબીવીપીના કાર્યકર્તા પાટીલે જણાવતા કહ્યું છે કે, હાલમાં ઉધના સિટીઝન કોલેજ બંધ કરાવવામાં આવી છે. આજ રીતે જો અમારી માંગણીને સંતોષવામાં નહિ આવે તો દિવસ દરમિયાન શહેરની બધી કોલેજ બંધ કરાવીશું.

એબીવીપીના કાર્યકર્તાઓ સમગ્ર શહેરની અંદર સક્રિય થઈ રહ્યા છે. વિધાર્થીઓની માંગ હજુ સંતોષવામાં આવી નથી અને પોલીસ કમિશનર દ્વારા ઉમરા પોલીસ તેમજ અન્ય સ્ટાફ કે જેમણે વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો છે. તેમની સામે કોઇ એક્શન હજી સુધી લેવામાં આવ્યા નથી. જેથી આગામી સમયમાં એબીવીપી દ્વારા ચોંકાવનારા કાર્યક્રમ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *