બરબાદ થઇ રહ્યું છે દારૂની લતે ચઢેલું ગુજરાતનું યુવાધન! દેશી દારૂના સેવનથી 150થી વધુ બહેનો વિધવા બની

ગાંધીના ગુજરાત (Gujarat)માં દારૂ(Alcohol) પર પ્રતિબંધ હોવા છતાં કેટલોય દારૂ પકડાઈ રહ્યો છે. આવા દ્રશ્યોથી અનેક સવાલો ઉભા થાય છે. દારૂ સ્વાસ્થ્ય(Health) માટે હાનીકારક હોવા છતાં પણ ઘણા લોકો તેનું સેવન કરતા હોય છે. જેના કારણે તેમના પરિવારો બરબાદીની ટોચ પર આવી જતા હોય છે. ત્યારે હાલમાં જ માહિતી મળી આવી છે કે, જંબુસર(Jambusar) તાલુકાના નાડા(Nada) ગામે દારૂનું દુષણ વધી રહ્યું છે. જેના કારણે અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે.

જાણવા મળ્યું છે કે, નાડા ગામમાં છેલ્લા ઘણા સમયથી દેશી દારૂનું ખુલ્લેઆમ મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. આ ગામમાં દારૂની લતે ચઢેલું યુવાધન બરબાદ થઇ રહયું છે. અનેક વાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે છતાં પોલીસે આ બાબતે ધ્યાન આપ્યું નથી. ગામલોકોના જણાવ્યા અનુસાર દેશી દારૂ પિવાના કારણે અનેક યુવાનોના મોત થયા છે. ગામની 150થી વધુ બહેનો વિધવા બની છે.

આ દારૂ યુરિયા ખાતરમાંથી બનાવવામાં આવે છે. જે ખૂબ જોખમી હોય છે. એક તો ગામના લોકો મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. એવામાં મજૂરીમાંથી મળતા રૂપિયા લઈને દારૂ પીતા હોય છે. જેના કારણે સ્ત્રીઓને દુઃખ વેઠવું પડતું હોય છે. આ સિવાય દારૂની લતને કારણે યુવાનો પોતાની પત્ની, માં, બહેન સાથે મારઝૂડ પણ કરે છે.

રજૂઆત કરવા છતાં પોલીસ કંઈ કરતી નથી:
આ સમસ્યા અંગે અનેકવાર ગ્રામજનોએ સાથે મળીને પોલીસને રજૂઆત કરી છે. પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. જે બંધ થવું જોઈએ. – જીતેન્દ્ર ગોરધન દેસાઈ,સરપંચ, નાડા ગામ.

મારા ઘરમાં ત્રણ બાળકો છે. મારા પતિનું અવસાન થતાં નાના બાળકોની જવાબદારી માથે આવી છે. ઘરમાં કમાવનારું કોઈ નથી અમારી સાથે જે થયું તે બીજી મહિલાઓ સાથે ન થાય તે માટે ગામમાં દારૂનું વેચાણ બંધ થવું જોઈએ. – વિધવા મહિલા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *