ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણી જીત્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર રાજ્યમાં પોતાની સરકાર બનાવી છે. આજ રોજ સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ પર ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદના શપથ લીધા છે. ત્યાર પછી તેમના મંત્રીમંડળના ચાર સભ્યો પણ શપથ લીધા હતા. આ શપથવિધિ સમારોહમાં UP ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા સહિતના આમંત્રિત સમારોહ સ્થળે હાજર રહ્યા હતા.
LIVE – કેબિનેટ મંત્રીઓને ખાતા ફાળવણી
1 ભુપેન્દ્ર પટેલ -મુખ્યમંત્રી
2 કનુભાઈ દેસાઈ – નાણા ઉર્જા અને પેટ્રો કેમિકલ
3 ઋષિકેશ પટેલ – શિક્ષણ મંત્રી, આરોગ્ય અને કાયદા મંત્રી, સાથે ઉચ્ચ શિક્ષણની જવાબદારી
4 રાઘવજી પટેલ – કૃષિ પશુપાલન, ગૌ સંવર્ધન,મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
5 બળવંતસિંહ રાજપૂત – ઉદ્યોગ-લઘુ, શુક્ષ્મ અને મધ્ય ઉદ્યોગ,કુટીર,ખાદી અને ગ્રામોધ્યોગ,નાગરીક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર
6 કુંવરજી બાવળિયા – પાણી પુરવઠા
7 મુળુભાઇ બેરા – પ્રવાસન,વન અને પર્યાવરણ
8 કુબેર ડિંડોર – પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ,આદિજાતિ વિકાસ વિભાગ
9 ભાનુબેન બાબરીયા – સામાજિક ન્યાય અધિકારીતા
10 હર્ષ સંઘવી – ગૃહ રાજ્યમંત્રી,યુવા સાંસ્કૃતિક અને રમત ગમત વિભાગ
11 જગદીશ પંચાલ -સહકાર, મિઠા ઉદ્યોગ,છાપકામ,લેખન સામગ્રીનો સ્વતંત્ર હવાલો, પ્રોટોકોલ,
12 પરસોતમભાઈ સોલંકી- મત્સ્ય ઉદ્યોગ અને પશુ પાલન
13 બચુભાઈ ખાબડ – પંચાયત અને કૃષિ
14 મુકેશ પટેલ – વન પર્ચાવરણ, ક્લાયમેટ ચેંજ,જળ સંપત્તિ અને પાણી પુરવઠા
15 પ્રફુલ પાનસેરીયા- સંસદીય બાબતો, પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
16 ભીખુસિંહ પરમાર – અન્ન અને નાગરિક પુરવઠો, સામાજીક ન્યાય અને અધિકારિતા
17 કુંવરજી હળપતિ- આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર
કોને કોને મળ્યું કેબીનેટમાં સ્થાન?
કેબિનેટ કક્ષાની વાત કરીએ તો કનુભાઈ દેસાઈ, બલવંતસિંહ રાજપુત, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ અને ત્યાર પછી કુંવરજી બાવળિયા, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યાર પછી રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલામાં સુરતના હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માએ શપથ લીધા હતા.
રાજ્ય કક્ષાના મંત્રીઓની વાત કરીએ તો પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલે, પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિએ શપથ લીધા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.