સુરત(Surat): ગઈ કાલે પી.પી.સવાણી ગ્રુપ(PP Savani Group) આયોજિત ભવ્ય લગ્ન સમારોહ “ચુંદડી મહિયરની”ના પ્રથમ દિવસે સવારે ૬૫ અને સાંજે ૭૦ જેટલી કન્યાના લગ્ન પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલના કેમ્પસમાં યોજાયા હતા. બે દિવસમાં ૩૦૦ દીકરી પરણશે. બે દિવસથી બદલાયેલા મોસમના કારણે ખુલ્લા મેદાનમાં નહિ પણ શાળાના સંકુલમાં યોજાયા હતા. પી.પી.સવાણી ગ્રુપના વલ્લભભાઈ સવાણી(Vallabhbhai Savani) અને વિવિધ સમાજના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત થઇ હતી, સાંજે વલ્લભભાઈની સાથે વડીલોએ દીપ પ્રાગટ્ય કર્યો હતો.
ગઈકાલે એક અનોખો સંયોગ આજે પી.પી સવાણીના આંગણે થયો હતો. આજે એક તરફ હિંદુ વિધિથી લગ્ન થતા હતા તો બીજી તરફ મુસ્લિમ દીકરીના નિકાહ થતા, ત્રીજી તરફ ઈસાઈ વિધિ થી લગ્ન થતા અને ચોથા ખૂણે શીખ વિધિથી લગ્ન વિધિ યોજાઈ હતી. ચાર ધર્મની દીકરી ગઈકાલે એક જ સમારોહમાં પરણ્યા હતા. તમામ મહેમાનોએ અને મહિયારામાં દીકરીના સાસુ-સસરાએ દીકરીનું પૂજન કર્યું હતું. ખુદ મહેશભાઈ એ પોતાની પુત્રવધુ જાનકી અને આયુષીનું પૂજન કરીને દીકરીઓને મહિમા દર્શાવ્યો હતો. ચાર તબક્કામાં યોજાઈ રહેલા આ વર્ષના લગ્ન સમારોહની શરૂઆત સવારે સાત વાગ્યે શુભારંભ કરવામાં આવ્યો. આ લગ્ન સમારોહમાં પિતા વિહોણી ૩૦૦ દીકરીઓના પાલકપિતા બનીને મહેશભાઈ વલ્લભભાઈ સવાણી પરણાવવાનું એક ભવ્ય આયોજન દરવર્ષની જેમ આ વર્ષે પણ કર્યું છે.
સ્વાગત પ્રવચન કરતા મહેશભાઈ સવાણીએ દીકરીઓની લગ્ન સમારોહમાં ફેરફારના કારણે થેયલા ફેરફારના કારણે પડેલી મુશ્કેલી માટે માફી માંગી હતી. પિતાની ગેરહાજરીમાં જેહમતથી દીકરીનો ઉછેર કરનાર માતાના હસ્તે દીકરીનું કન્યાદાન કરવામાં આવે. સમૂહ લગ્ન અને સમાજ દ્વારા લાવવામાં આવેલી જાગૃતિના કારણે હવે ૯૦% વરઘોડા ઓછા થયા છે. સાસરે જતી દીકરીઓને વેવાઈઓ દીકરાનું સ્થાન આપે તેવી પ્રાર્થના એમણે કરી હતી. મહેશભાઈ એ કહ્યું હતું કે, દીકરી જ્યાં સુધી માના સ્વરૂપમાં હોય, ત્યારે ઘર એક સ્વર્ગ બની જાય છે. વેવાઈ વેવાણને વિનતી કરી કે દીકરીઓનું જતન કરશો. દીકરીઓને જણાવ્યું કે સાસુ-સસરાને માં-બાપ સમજજો, નણંદ, દેરાણી, જેઠાણીને બહેન માનશો. પરિવારને એક તાંતણે બાંધી રાખવાની પ્રેરણા આપી. ભવિષ્યમાં દીકરી ઉત્તમ માતા બને તેવી શુભેચ્છા પાઠવી દીકરીઓ સાસરીયામાં સરળ જીવન યાત્રા વિતાવે તેવી લાગણી વ્યક્તકરી આશીર્વાદ આપ્યા.
View this post on Instagram
ગઈકાલે લગ્ન સમારોહમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કોંગ્રેસના પ્રતાપ દુધાત, આપ નેતા પ્રવીણ રામ, વિજય સુવાળા, નીખીલ સવાણી સહીત અનેક સમાજ અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.
સામાજિક કાર્યો માટે આજે વિશેષ સમ્માન ઉદ્યોગપતિ અને લક્ષ્મી ડાયમંડ ગ્રુપના વસંતભાઈ ગજેરા અને કિરણ જેમ્સના વલ્લભભાઈ પટેલનું વલ્લભભાઈ સવાણી અને સી આર પાટીલ સહીત મહાનુભાવોના હસ્તે સમ્માન કરવામાં આવ્યું હતું. દીકરીઓએ મહેશભાઈને લખેલા પત્રો અને મહેશભાઈના પત્ર દ્વારા પિતા-પુત્રીનીલાગણીનો પ્રવાહ વ્યક્ત થયો છે, તેવું પુસ્તક “ચુંદડી મહિયરની” નું વિમોચન કરવામાં આવ્યું. જેમાં દીકરીઓના વ્હાલ અને વેદનાના પત્રો પ્રકાશિત થયા છે. યોગિતા પટેલ પ્રસ્તુત“ચુંદડી મહિયરની” ગીતને લોકાર્પિત કરવામાં આવ્યું હતું .
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.