હાર્દિક પટેલે ફેસબુકમાં જેવી ભાજપની પોસ્ટ મૂકી અને યુઝર્સે શરુ કરી ગાળુ વાળી- જુઓ કેવું કેવું કહ્યું લોકોએ?

ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress) પર આક્ષેપોનો વરસાદ કરીને હાર્દિક પટેલે(Hardik Patel) વિધિવત રીતે ભાજપ(BJP)માં જોડાઈને કેસરિયા કરી લીધા છે. પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલ હાર્દિક પટેલ થોડા…

ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress) પર આક્ષેપોનો વરસાદ કરીને હાર્દિક પટેલે(Hardik Patel) વિધિવત રીતે ભાજપ(BJP)માં જોડાઈને કેસરિયા કરી લીધા છે. પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલ હાર્દિક પટેલ થોડા દિવસો અગાઉ જ ભાજપમાં જોડાઈ ચૂક્યો છે. જો કે હાર્દિક પટેલના ભાજપમાં સામેલ થાવની તેનો અનેક લોકો વિરોધ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા(Social media)માં પણ હાર્દિક પટેલને ખૂબ જ લોકો ગાળો આપી રહ્યા છે.

ગઈકાલે હાર્દિક પટેલે પોતાના ફેસબુક પોસ્ટમાં ‘ભાજપા સદસ્યતા અભિયાન’ને લગતી પોસ્ટ મૂકી હતી. હાર્દિક પટેલે પોસ્ટ મૂકતાની સાથે જ FB યુઝર્સ દ્વારા પોસ્ટમાં કોમેન્ટોનો મારો ચલાવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા યુઝર્સે હાર્દિક પટેલને કોમેન્ટમાં રીતસરનો ઉધડો લીધો હતો.

આ દરમિયાન એક યુઝર્સે હાર્દિક પટેલની પોસ્ટ પર કોમેન્ટમાં કહ્યું હતું કે, ભાજપમાં જોડાવા માટે નહીં, છોડવા માટેનો કોઈ નંબર કાઢો તો કંઈક અમને જામે. વધુ એક યુઝર્સે લખ્યું હતું કે, પહેલા તું જ મિસ કૉલ કર, ભાજપમાં તારું જ કંઈ નક્કી નથી. જ્યારે વધુ એક યુઝર્સે કોમેન્ટ કરી હતી કે, એણે તો ઘૂસવાના મબલખ નાણાં ચૂકવ્યા છે અને તમે મફત જોડાવ.

વધુમાં એક યુઝર્સે લખતા કહ્યું છે કે, લુખો ભીખ માગવા આવી ગયો, જયારે અન્ય એક યુઝર્સે લખ્યું છે કે, કઈ કામ મળ્યું કે નહિ ? આખરે યુઝર્સ દ્વારા પોસ્ટના કોમેન્ટ બોક્સમાં ભરપુર ગાળો પડતા હાર્દિક પટેલ દ્વારા કોમેન્ટનો ઑપ્શન જ બંધ કરી દેવામાં આવ્યો હતો.

અમે જણાવી દઈએ કે, ભાજપમાં સામેલ થતાં જ હાર્દિક પટેલના અનેક જૂના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. જેમાં હાર્દિકે ભાજપને જે શબ્દો કહ્યા હતા તે જોઈ શકાય છે. હાર્દિક પટેલના એક સમયના સાથીઓ પણ હવે હાર્દિકનો ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે.

આવી જ રીતે એક મેસેજમાં લખવામાં આવ્યું હતું કે, ભાઈ તમારું નામ તો થૂંકીને ચાટવા વાળાની યાદીમાં સામેલ થઈ ગયું છે. હાર્દિક તું ભાજપમાં રહે કે કોંગ્રેસમાં રહે, તને અમે દેશદ્રોહી જ કહીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *