Birthday Special: રોમેન્ટિક અને હાર્ટબ્રેકીંગ ગીતોના પર્યાય બનેલા અરિજીત સિંહનો સંઘર્ષ જોઈ તમારી આંખો પણ ભીની થઇ જશે

ફિલ્મ ઈન્ડસ્ટ્રી (film industry)માં રોમેન્ટિક(Romantic) અને દર્દનાક ગીતોના પર્યાય બની ગયેલા અરિજીત સિંહ(Arijit Singh) આજે પોતાનો 35મો જન્મદિવસ(Birthday) ઉજવી રહ્યા છે. ‘તુમ હી હો’, ‘આજ…

ફિલ્મ ઈન્ડસ્ટ્રી (film industry)માં રોમેન્ટિક(Romantic) અને દર્દનાક ગીતોના પર્યાય બની ગયેલા અરિજીત સિંહ(Arijit Singh) આજે પોતાનો 35મો જન્મદિવસ(Birthday) ઉજવી રહ્યા છે. ‘તુમ હી હો’, ‘આજ ફિર’, ‘ચન્ના મેરેયા’, ‘ફિર મોહબ્બત કરને ચલા’, ‘એ દિલ હૈ મુશ્કિલ’ જેવા તમામ ગીતો ગાઈ ચુક્યા છે. હિન્દી ફિલ્મ જગતમાં પોતાના રોમેન્ટિક, ઈમોશનલ ગીતો માટે જાણીતા અરિજિત આજે ભલે પોતાના અવાજથી લોકોના દિલો પર રાજ કરે, પરંતુ તેમના જીવનમાં એક એવો સમયગાળો આવ્યો જ્યારે આ ઓળખ મેળવવા માટે તેમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો.

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં 25 એપ્રિલ 1987ના રોજ જન્મેલા અરિજીત સિંહને સંગીત વારસામાં મળ્યું હતું. વાસ્તવમાં અરિજીતની દાદી ગાયિકા હતી, માતા ગાયનની સાથે તબલા વગાડતી હતી. આ ઉપરાંત તેમના માતુશ્રીને ભારતીય સાંસ્કૃતિક સંગીતમાં રસ હતો. શરૂઆતથી જ અરિજિત પરિવારની મહિલાઓના આ ગુણોથી પ્રભાવિત હતો અને તેણે નક્કી કર્યું હતું કે તે પણ સંગીતમાં કારકિર્દી બનાવશે.

સંગીતની દુનિયામાં આજે એક અલગ સ્થાન હાંસલ કરનાર અરિજીત સિંહ માટે આ રસ્તો સરળ ન હતો. તેમને પોતાની કારકિર્દીની શરૂઆતમાં અસ્વીકારનો સામનો કરવો પડ્યો હતો. હકીકતમાં, વર્ષ 2005 માં, અરિજિતે તેના માર્ગદર્શક રાજેન્દ્ર પ્રસાદ હજારીના કહેવા પર મ્યુઝિક રિયાલિટી શો ‘ફેમ ગુરુકુલ’માં ભાગ લીધો હતો. આ શોમાં તેનો અવાજ બધાને પસંદ આવ્યો, પરંતુ તે શો જીતવામાં નિષ્ફળ રહ્યો. જો કે, આ શો સાથે, અરિજિતે ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની નજરમાં પોતાનું સ્થાન બનાવ્યું અને તેને ફિલ્મ ‘સાવરિયા’નું ગીત ‘યું શબનમી’ ગાવાનો મોકો મળ્યો.

પરંતુ અરિજીત સિંહનું તે ગીત આજ સુધી રિલીઝ થઈ શક્યું નથી. આ પછી ટિપ્સના માલિક રમેશ તુરાનીએ પણ તેને મ્યુઝિક આલ્બમ માટે સાઈન કરી હતી, પરંતુ તે પણ ક્યારેય રિલીઝ ન થઈ. આવી સ્થિતિમાં અરિજીત સિંહના જીવનમાં સંઘર્ષનો સમયગાળો ચાલુ રહ્યો. આ પછી સિંગર વર્ષ 2006માં મુંબઈ શિફ્ટ થઈ ગયો અને અહીં તેને બોલિવૂડ સિંગર તરીકે કરિયર શરૂ કરવાની તક મળી. તેણે 2011માં આવેલી ફિલ્મ મર્ડર 2ના ગીત ‘ફિર મોહબ્બત’થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

જો કે, વર્ષ 2013 માં આશિકી 2 ના એક ગીતથી તેને ઇન્ડસ્ટ્રીમાં ઓળખ મળી હતી. અરિજિત સિંહ રાતોરાત સ્ટાર બની ગયો કારણ કે તેણે આ ફિલ્મના ગીત ‘તુમ હી હો’ને પોતાનો અવાજ આપ્યો. લોકોને આ ગીત એટલું ગમ્યું કે તે વર્ષે તે પ્રેમગીત બની ગયું. આ ગીત માટે ગાયકને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. આ ગીત પછી અરિજિતે હિટ ગીતોની લાઇન મૂકી.

તેના ગીતો ‘ફિર ભી તુમકો ચાહુંગા’, ‘પછતાઓગે’, ‘પલ’, ‘ખૈરિયત’, ‘સોચ ના સકે’, ‘ઇલાહી’, ‘હમારી અધુરી કહાની’ને દર્શકોએ ખૂબ પસંદ કર્યા હતા. જોકે, સિંગિંગમાં સફળતા હાંસલ કર્યા બાદ હવે અરિજિત માત્ર સિંગર જ નથી રહ્યો પણ એક સંગીતકાર પણ બની ગયો છે. તેણે ‘પાગલત’ ફિલ્મમાં સંગીતકાર તરીકે ડેબ્યુ કર્યું અને તેના કામને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું. OTT પર રિલીઝ થયેલી આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે. આવી સ્થિતિમાં એમ કહી શકાય કે સંગીતકાર તરીકે અરિજિતનું ડેબ્યુ પણ સફળ રહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *