ગુજરાત(Gujarat): કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન(Omicron)ને લઇને સમગ્ર વિશ્વમાં હાહાકાર મચ્યો છે, ત્યારે હવે આ કોરોનાના નવા વેરિએન્ટમાં ભારત પણ બાકાત રહ્યું નથી. છેલ્લા 24 કલાકમાં ભારતમાં બે ઓમિક્રોન કેસની પુષ્ટિ થઇ છે. બંને કેસ કર્ણાટક રાજ્યના છે.
ત્યારે હવે ગુજરાત માટે એક ચિંતાજનક અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના જામનગર(Jamnagar)ની નજીક મોરકડાં ગામના એક વ્યક્તિમાં કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોનનો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. મોરકડાં ગામના વ્યક્તિની ટ્રાવેલ્સ હિસ્ટ્રી આફ્રિકાથી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ વ્યક્તિને હાલમાં આઇસોલેટ કરી દેવામાં આવ્યો છે. આઇસોલેટ કરાયેલ પુરુષને ઓમિક્રોનનો વાયરસ છે કે નહીં તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા છે. સેમ્પલ પુણેની લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી દેવામાં આવ્યા છે અને રિપોર્ટ ન આવે ત્યાં સુધી આફ્રિકાથી આવેલ વ્યક્તિને આઇસોલેટ જ રાખવામાં આવશે.
કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઇને ભારત સરકારે સ્વાસ્થ્ય મંત્રાલયે WHOએ જણાવતા કહ્યું છે કે, ઓમિક્રોન વેરિએન્ટ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટથી 5 ગણો વધુ ખતરનાક છે અને આ પ્રકારનો વેરિએન્ટ ઝડપથી ફેલાવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં આ વેરિએન્ટ 29 દેશમાં ફેલાઇ ચૂક્યો છે.
ભારતમાં મળી આવ્યા બે ઓમિક્રોન વેરિએન્ટના કેસ:
કોવિડના નવા વેરિઅન્ટ ઓમિક્રોન વેરિઅન્ટના કેસ ભારતમાં સામે આવ્યા છે. કર્ણાટક રાજ્યમાં આ પ્રકારના 2 સંક્રમિત મળી આવ્યા છે. ગુરુવારે, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, દેશમાં કોવિડના ઓમિક્રોન કેસની પુષ્ટિએ ચિંતા વધારી છે. બંને કેસ કર્ણાટકમાં નોંધાયા છે અને આ કેસ 66 અને 46 વર્ષની વયના બે વ્યક્તિઓમાં નોંધાયા છે. તે બંનેમાં નાના લક્ષણો છે. વિશ્વમાં અત્યાર સુધી ઓમીક્રોનના જે કેસો નોંધાણા છે તેમાં કોઈ ગંભીર લક્ષણો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.