‘બુકિંગ થઈ ગયું… તને કઈ પણ કામ પડે કહેજે… આપણે દૂધમાં સાકર ભળે એમ…’ મહિલા કંડક્ટર સાથે કરેલા ગેરવર્તણૂકની Audio ક્લિપ થઇ વાઈરલ 

હાલમાં એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. જેમાં હવસખોરો દ્વારા જાતીય સતામણી કરવામાં આવતી હોય છે. આ દરમિયાન જૂનાગઢ એસ.ટી.ડેપોની મહિલા કંડક્ટર સાથે ગેરવર્તણૂક થયાની અને કથિત રીતે ઉપરી અધિકારી દ્વારા શારિરીક સંબંધો કેળવવાની માંગણી કરતો એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ કથિત વાયરલ ક્લિપમાં મહિલા કંડક્ટરની સાથે જેતપુર ડેપોના એક ટીઆઈ દ્વારા મહિલા પાસે આડકતરી રીતે શારિરીક સંબંધોની માંગણી કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યુ છે.

જોકે, મહિલા કંડક્ટર આ વાતને અસાહજિકતાથી લઈને ‘મને કઈ સમજાતું નથી તમે અધિકારી થઈને શું કહી રહ્યો છો?’ તેવું કહી દેતા સામેની વ્યક્તિ દ્વારા વાતને વાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જાણવા મળ્યું છે કે, આ ઓડિયો ક્લિપ વોટ્સએપ વાયરલનો વિષય બની જતા આખરે સમગ્ર એસટી વિભાગમાં હોબાળો મચી જવા પામ્યો છે. આ ઉપરાંત આ ખળભળાટના પગલે વાયરલ ઓડિયો ક્લિપની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેતપુર ડેપોના ટીઆઈને આ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

આ ઓડિયો ક્લિપમાં મહિલા સાથે વાત કરી રહેલી વ્યક્તિ કહી રહી છે કે, ‘બુકિંગ થઈ ગયું… તને કઈ પણ કામ પડે કહેજે… આપણે દૂધમાં સાકર ભળે એમ ભળી જવાનું છે. તારી પાસે કોઈ જગ્યા હોય તો કેજે, મારી પાસે તો નથી આપણે દૂધમાં સાકર ભળે એમ ભળી જવાનું છે… તું કઈક ગ્રીન સિગ્નલ આપ તો મને ખબર પડે..’

આ તમામ ઘટનાક્રમથી ચોંકી ગયેલી મહિલા કહે છે કે, ‘સાહેબ તમે અધિકારી થઈને આવી વાત કરો મને કઈ ખબર નથી પડતી. એસ.ટી.નું કઈ કામ હશે તો ચોક્કસથી કહીશ પરંતુ મને કઈ સમજ પડતી નથી. આ વાતચીત કર્યા બાદ સામેની વ્યક્તિ આ ફોનને કાપી નાખે છે. સોશિયલ મીડિયામાં આ ક્લિપ વાયરલ થતા જૂનાગઢ એસ.ટી. વિભાગ હરકતમાં આવ્યુ છે.

આ ઉપરાંત જૂનાગઢ એસટીના વિભાગીય નિયામક જી.ઓ. શાહ દ્વારા આ ઘટનાની જાણ થતા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. અણછાજતી માંગણી કરનાર વ્યક્તિની ઓળખ રામકુભા ગઢવી તરીકે થઈ હતી. આમ, જેતપુર ડેપોના આ ટીઆઈને કથિત ક્લિપના આરોપોમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે, ટીઆઈ પર આ આક્ષેપો છે તે કેટલા સત્ય છે તે તપાસના અંતે જ જાણી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *