ગૃહમંત્રી Harsh Sanghavi ના હસ્તે પોલીસ જવાનોને અર્પણ કરવામાં આવી 104 મોડિફાઇડ મોટરસાયકલો

શહેરીજનોની સુરક્ષા માટે મોડિફાઇડ મોટરસાયકલોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) ના હસ્તે ફ્લેગ ઓફ આપી પોલીસ જવાનોને અર્પણ કરવામાં આવી હતી. સુરત શહેર પોલીસ માટે ૧૦૪ મોડીફાઈડ મોટરસાયકલ પૈકી ૧૩ મહિલા પોલીસ અને 91 પોલીસ સ્ટેશનો માટે અર્પણ કરાઈ.

સુરત શહેર પોલીસ દ્વારા શહેરીજનોની સુરક્ષા માટે ખાસ મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સલામતી માટે 104 મોડીફાઇડ મોટરસાયકલનું ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghavi ના હસ્તે ફ્લેગ ઓફ આપી પોલીસ જવાનોને અર્પણ કરાય હતી. સાથે સાથે સી ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરીલક્ષી પુસ્તકનું વિમોચન પણ કરાયું હતું.

104 મોડીફાઈટ મોટરસાયકલ પૈકી 91 સુરત શહેર પોલીસ સ્ટેશનો અને 13 મહિલા પોલીસ માટે ફાળવવામાં આવી છે. મોડીફાઇડ મોટરસાયકલમાં બ્લુ અને રેડ લાઇટ, સાયરન અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ મૂકવામાં આવી છે. મોડીફાઇડ મોટરસાયકલ થકી સુરત શહેરના પ્રજાજનોની સુરક્ષામાં વધારો થશે સાથે ગુનાહિત પ્રવૃત્તિને રોકવા માટે પોલીસની ઝડપી સેવા મળી રહેશે.

આ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું કે, સામાન્ય નાગરિકોને સમસ્યા ન થાય અને નાગરિકોને સર્વશ્રેષ્ઠ સેવાઓ મળી રહે તે માટેના સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજયમાં કાયદો, વ્યવસ્થા અને નાગરિક સુરક્ષામાં દેશમાં પહેલા નંબરે આવે છે તેમજ સૌથી સુરક્ષિત શહેરમાં સુરતે પોતાનું સ્થાન મોખરે રાખ્યું હોવાનુ તેમણે જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીઓ સંદીપ દેસાઈ, સંગીતાબહેન પાટીલ અને મનુભાઈ પટેલ, એસએમસી સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ, જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી શરદ સિંઘલ, પોલીસ વિભાગના અધિકારીઓ, સી ટીમ, શહેરના નગર સેવકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *