રિપોર્ટર: દિનેશ પટેલ, કામરેજ
Surat News: કઠોરના માલિકે 12 કરોડમાં વેચેલી જમીનના 70 લાખ ચૂકવી છેતરપીંડીમાં સામેલ 6 પૈકી 3 ઝડપાયા કઠોરની સ્વાગત રેસી.એ/6 502 ખાતે રહેતા સરફરાઝ અલ્લારખા મુલતાનીએ પોતાની 431,434,458 મળી ત્રણ બ્લોક વાળી જમીન ₹.12 કરોડમા સુરતના વ્યક્તિને વેચી હતી.સોદાની રકમ મુજબ ₹.12 કરોડ માંથી માત્ર 70 લાખ જ ચૂકવી બાકીના ₹.11.30 કરોડની છેતપીંડી કરતા જમીન ખરીદનાર તેમજ સામેલ મિત્ર સહિત સુરતના 6 સામે માલિકે કામરેજ પોલીસ(Surat News) મથકે ફરિયાદ નોંધાવી હતી.
અવેજ પેટે ₹.8 કરોડ બાકીની રકમ રોકડમાં નક્કી કરાયું હતું
સરફરાઝ મુલતાનીએ સુરતના મિત્ર યાકુબ સોની મારફતે પોતાની ત્રણેય બ્લોક વાળી જમીન ₹.12 કરોડમાં સુરતના સલાબતપરા ખાતે રહેતા મહોમદ સિદ્દીક મોહમદ વાડીવાલા અને મહોમદu ફિરોઝ અબ્દુલ મજીદ મુન્સીને વેચવાનું નક્કી થયું હતું.જેમાં વેચાણ રાખનાર તરીકે મોહમદ ફિરોઝ અબ્દુલ મુન્સીના નામે એમઓયુ કરી અવેજ પેટે ₹.8 કરોડ બાકીની રકમ રોકડમાં નક્કી કરાયું હતું.₹.4,36 કરોડ જંત્રી પ્રમાણે ₹.3.64 કરોડની બાકીની રકમ પેટે મિલકત આપવાનું નક્કી હતું.જે જમીન બાબતે સુરત કલેકટર કચેરી ખાતે આરટીએસ રીવીઝન પેન્ડીગ અરજી સહિત કઠોર સીવીલ કોર્ટમાં દાખલ દાવો ક્લીયર કરી આપવાનું નક્કી થયું હતું.
સિદ્દીક વાડીવાલાને નામે દસ્તાવેજ કરી આપ્યો
પિતાની બીમારીને લઈ સરફરાઝ મુલતાનીએ ટુકડે ટુકડે ₹.70 લાખ લીધા હતા.મિત્ર યાકુબ સોનીએ મોહમદ વાડીવાલા અને મોહમદ ફિરોઝ મુન્શીને દસ્તાવેજ કરી આપવા સહિત બાકીની રકમ એકાદ માસમાં ચૂકવી દેવાની વાત કરતા તેના વિશ્વાસે 13/3/23 ના રોજ મોહમદ સિદ્દીક વાડીવાલાને નામે દસ્તાવેજ કરી આપ્યો હતો.બાકીની રકમ માટે યાકુબ સોનીએ બેંકમાં ઓળખાણ હોય શાહપોર બ્રાંચની બીઓબી બેંકમાં સરફરાઝ મુલતાનીનું ખાતું ખોલાવી આપ્યું.બીમાર પિતાની સારવારની દોડધામમાં સરફરાઝ હોવાથી સમય મળ્યો ના હતો.19/7/22 થી 19/10/22 સુધીમાં મોહમદ સિદ્દીક વાડીવાલાએ બીઓબીના સરફરાઝ મુલતાનીના ખાતામાં ₹3,67,42,553 બેંક ખાતામાંથી તેમજ વિવેક રાજેશભાઈ મોદી નામના વ્યકિતએ ₹.10 લાખ મળી કુલ ₹.3,77,42,553 ની રકમ જમા કરી હતી.
સમગ્ર કાંડની સરફરાઝ મુલતાનીને જાણ થઈ
સરફરાઝ મુલતાનીની જાણ બહાર બેંકમાં તેનો મોબાઇલ નંબર બદલવા સહિત નવી ચેકબુકની અરજીમાં ખોટી સહી કરી ચેક બુક મેળવી નંબર બદલી નાખ્યો હતો.તા.19/7/22થી 19/10/22 સુધીમાં મોહમદ ઇમરાન ઇબ્રાહિમ સોની,આસીફ લાઈટવાલા,રુહાના સોની એ મળી સેલ્ફના ચેક સહિત ₹.3,72,49,000 ની રકમ સરફરાઝની જાણ બહાર ઉપાડી લીધી હતી.બેંકમાં તપાસ કરતા તેમના નામનો મોબાઇલ નંબર અને ચેકબુક માટેની અરજીમાં ખોટી સહી કરી રકમ ઉપાડવામાં પણ તેમની ખોટી સહી કરી રકમ ઉસેટી લીધાના સમગ્ર કાંડની સરફરાઝ મુલતાનીને જાણ થઈ હતી.
આરોપીને કોર્ટમાં રજૂ કરતા બુધવાર સુધીના રિમાન્ડ મંજૂર કરાયા
સમગ્ર ઘટના અંગે જમીન માલિક સરફરાઝ મુલતાનીએ સુરતના મોમના વાડના મોહમદ સિદ્દીક મોહમદ વાડીવાલા,રાણી તવાવના યાકુબ ઇબ્રાહિમ સોની,મુગલીસરાના મોહમદ ફિરોઝ અબ્દુલ મજીદ મુન્સી,મોહમદ ઇમરાન ઇબ્રાહિમ સોની સોદાગર વાળ,આસિફ નિશાર શેખ,કોળીવાડ તેમજ મોહમદ સાજીદ અબ્દુલ અઝીઝ સક્કરવાલા સહિત છ સામે ફરિયાદ નોંધાવતા કામરેજ પોલીસે યાકુબ ઇબ્રાહિમ સોની,મોહમદ ઇમરાન ઇબ્રાહિમ સોની તેમજ મોહમદ સાજીદ અબ્દુલ અઝીઝ સક્કરવાલાની અટક કરી કોર્ટમાં રજૂ કરતા બુધવાર સુધીના રિમાન્ડ મંજૂર કરાયા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App