ભાંગેલા-તૂટેલા હાડકાને 10 દિવસમાં જ જોડી દેશે આ ફળ, અનેક બીમારી પણ રાખશે દૂર

Mahuda fruit: તૂટેલા હાડકાઓને ફરીથી જોડવા માટે ફક્ત દવાઓ પૂરતી નથી. તેના માટે હાડકાઓને મજબૂત બનાવતી ચીજ વસ્તુઓનું સેવન કરવું પડે છે. આવામાં મહુડો (Mahuda fruit) ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.

હાડકામાં ફ્રેક્ચર થયા બાદ તેને સાજુ થવામાં ઘણો સમય લાગે છે. તેને ઝડપથી રિકવર કરવા માટે સ્વાસ્થ્ય નિષ્ણાંતો હંમેશા એવી વસ્તુઓ ખાવાની સલાહ આપે છે જે હાડકાઓને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે.

હાલમાં થયેલા એક સંશોધન અનુસાર હાડકું તૂટ્યા બાદ ઝડપથી રિકવરી લાવવા માટે મહુડાનું ફળ ખૂબ ફાયદાકારક હોય છે. તેનું નિયમિત રીતે સેવન કરવાથી હાડકાઓમાં પહોંચેલી ઈજાઓ ઝડપથી સાજી થઈ જાય છે. મહુડા ના ફળને દૂધ સાથે ખાવાથી હાડકાઓ મજબૂત થવા ઉપરાંત ઘણા ફાયદાઓ મળે છે. જેને અહીંયા તમે વિસ્તૃત રીતે જાણી શકો છો.

મહુડા નું ફળ હાડકાઓ માટે વરદાન રૂપ
મહુડો પોષક તત્વોથી ભરપૂર હોય છે અને હાડકાઓને સ્વસ્થ બનાવવામાં મદદરૂપ થાય છે. મહુડામાં વિટામિન સી, કેલ્શિયમ અને અન્ય ખનીજ તત્વો હોય છે જે હાડકાઓના પુનરનિર્માણ અને જોઈન્ટમાં મદદ કરે છે. આ ઉપરાંત મહોડામાં એન્ટી ફ્લેમેટરી ગુણો પણ મળી આવે છે જે સોજા તેમજ દુખાવાને ઓછો કરવામાં મદદરૂપ થાય છે.

હાડકા મજબૂત બનાવવા માટે દૂધ સાથે ખાવ મહુડો
દૂધમાં કેલ્શિયમ અને વિટામિન D ભરપૂર માત્રામાં હોય છે, જે હાડકાઓને મજબૂત બનાવવા માટે અને તેને ફરીથી જોડાવામાં મદદરૂપ થાય છે. આવામાં મહુડાને દૂધ સાથે ખાવાથી તૂટેલા હાડકાઓ ની રિકવરી ખૂબ ઝડપી બને છે.

કેવી રીતે કરવું દૂધ સાથે સેવન
મહુડાનું ફળ સામાન્ય રીતે બજારમાં સુકું અથવા પાવડર સ્વરૂપે મળી રહે છે. જો તમે તાજા મહુડાના ફળ નથી મેળવી શકતા તો સૂકા મહુડા અથવા મહુડા ના પાવડર નો ઉપયોગ કરો. દરરોજ સવારે એક કપ ગરમ દૂધમાં એક ચમચી મહુડાનો પાવડર ભેળવીને તેનું સેવન કરો.

મહુરાના અન્ય ફાયદાઓ
મહુરાનું ફળ અને બીજ બંનેમાં ફાઇબર અને અન્ય પોષક તત્વો હોય છે જે પાચનતંત્ર ને મજબૂત બનાવવામાં મદદ કરે છે.મહુડામાં એન્ટિઓક્સિડન્ટ અને વિટામિન સી ની સારી એવી માત્રા હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.મહુડામાં રહેલા એન્ટીમેન્ટરી અને એન્ટિઓક્સિડન્ટ ગુણ ત્વચાને કોમળ બનાવવા તેમજ રચાપરના ડાઘાઓ ઓછા કરવામાં કામ લાગે છે.મહુડાના ફળ અને બીજ શ્વસનતંત્રની સમસ્યાઓ જેવી કે ખાંસી બ્રોંકાયટીસ અને અસ્થમા માં રાહત પહોંચાડે છે.મહુડામાં રહેલા ફાઇબર અને એન્ટિઓક્સિડન્ટ ડાયાબિટીસમાં બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે.