Bathu Ki Ladi Temple: હિમાચલપ્રદેશમાં અનેક મંદિરો આવેલા છે, હિમાચલપ્રદેશને દેવભુમિ તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે જે મંદિર વિષે ચર્ચા કરીશું એ મંદિર કાંગડા જિલ્લાના જવાલીથી 10 કિમી દૂર આવેલું છે. આ એક અનોખું મંદિર છે. આ મંદિર એક વર્ષમાં 8 મહિના પાણીમાં ડૂબેલું રહે છે અને માત્ર 4 મહિના માટે જ ભકતો પુજા પાઠ અને દર્શન કરી શકે છે.
તેથીજ આ મંદિરને એક અનોખું મંદિર કહેવાય છે. આજે આપને આ મંદિરના ઇતિહાસ વિશે જાણીશું. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ મંદિરમાં સ્વર્ગની સીડી છે. આ વાત માનવામાં આવે તેવી નથી પણ વાત સત્ય છે. બાથૂ કી લડી મંદિરના નામથી આ મંદિરને ઓળખવામાં આવે છે.
આ મંદિરની ટોચ પીરામિડ જેવી દેખાય છે. કેન્દ્ર સરકાર દ્વારા આસપાસનો વિસ્તાર પ્રવાસી પક્ષીઓના આશ્રય સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. અહી જળ પ્લાવિત એટલે કે, પાણી ભરાયેલું રહે છે. બાથૂ કી લડી મંદિરના દર્શન માટે શ્રધ્ધાળુઓ એપ્રિલ મહિનાથી આવે છે. નાના મોટા 8 મંદિરોની હારમાળા હોવાથીબ સ્થાનિક બોલીમાં મંદિરને બાથુ કી લડી કહેવામાં આવે છે.
માનવામાં આવે છે કે, આ મંદિરમાં ભગવાન વિષ્ણુ, શેષનાગ અને મુખ્ય મંદિર ભગવાન શિવ છે. ત્યારે ત્યાના કેટલાક સ્થાનિક લોકો સમગ્ર મંદિરને ભગવાન વિષ્ણુનું ગણાવે છે.About WordPress અહી મંદિરના પથ્થરો પર શેષનાગ, ભગવાન વિષ્ણુ અને દેવી દેવતાઓની કલાકૃતિઓ પણ કોતરવામાં આવી છે.
આ મંદિરની સ્થાપના છઠ્ઠી સદીમાં ગુલેરિયા શાસન દરમિયાન કરવામાં આવી હતી. આ મંદિરો સાથેની કિવંદતિઓ ઇતિહાસ કરતા પણ વધારે પ્રખ્યાત છે. લોકોનું માનવું છે કે પાંડવોએ આ મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન શિવલિંગની સ્થાપના કરી હતી તેવું ત્યાના સ્થાનિક લોકોનું કહેવું છે.
આ મંદિરમાં સ્વર્ગની સીડી છે જ્યાંથી પાંડવોએ સ્વર્ગ જવાનું હતું, સ્વર્ગની સીડી તૈયાર કરવા માટે 6 મહિના લાગે તેમ હતા, પણ સ્વર્ગારોહણ માટે માત્ર એક જ રાતમાં તૈયાર કરવાની હતી. પાંડવોએ આ સીડી તૈયાર કરવા માટે શ્રીકૃષ્ણએ મદદ કરી હતી. આ સીડીઓની લોકો પૂજા કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.