Best Relationship: ચુંબન એ એક પ્રેમની અભિવ્યક્તિ વ્યક્ત કરવાનો રસ્તો છે. તે ફક્ત પ્રેમીઓ સુધી સીમિત નથી પરંતુ માતા-પિતા તેમજ મિત્રો પણ એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા માટે ચુંબન કરે છે. પરંતુ શું તમારામાં માનવામાં આવશે કે એક ચુંબન કોઈ વ્યક્તિના (Best Relationship) મૃત્યુનું કારણ બની શકે છે?? જી હા આવું જ કંઈક બન્યું છે લંડન ની 28 વર્ષની છોકરી હોબી હેરીઝ સાથે.
કિસ કરવા જતા હોબીની હાલત થઈ પાતળી
18 વર્ષની ઉંમરે હોબી તેના મિત્ર ના જન્મદિવસ માટે પેરિસ ગઈ હતી. મિત્રો સાથે પાર્ટી કર્યા બાદ બધા એક ક્લબમાં ગયા હતા. ત્યાં તેની નજર એક યુવક પર પડી તે ખૂબ જ હેન્ડસમ દેખાતો હતો. શરૂઆતમાં વાતચીત થઈ ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઈ અને આગળ જતા એક દિવસ બોયફ્રેન્ડ એ હોબીની ગરદન પર એક જોરદાર ચુંબન કર્યું.
આ તેના માટે ભયાનક સાબીત થયું. અચાનક તેની ગરદન ભારે થવા લાગી. તેના શરીરમાં સોજો આવવા લાગ્યો. તેની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ કે તેણે પોતાની પાસે રાખેલા ઈમરજન્સી ઇન્જેક્શનનો પણ ઉપયોગ કરી લીધો તેમ છતાં કોઈપણ પ્રકારની રાહત થઈ નહીં.
હોબીની આ હાલે તો જોઈ ત્યાં રહેલા લોકોએ તાત્કાલિક ઇમર્જન્સી માં ફોન કર્યો. તે હોસ્પિટલ પહોંચી કેટલી વારમાં તો લગભગ યમરાજ ભાળી ગઈ હતી. એ સમયે ફોબીએ જીવન જીવવાની આશા લગભગ છોડી દીધી હતી પરંતુ ડોક્ટરની સખત મહેનતને લીધે તેનો જીવ બચી ગયો હતો.
ચુંબનને કારણે શું થયું?
ડોક્ટરે જણાવ્યું કે ફોબીને એનાફ્લીકસીસ નામની ગંભીર એલર્જી છે તેથી આ એલર્જી થી પીડાતા લોકો માટે કઠોળ, ડેડી પ્રોડક્ટ અને અમુક પ્રકારની માછલીઓ જીવલેણ સાબિત થાય છે. કમનસીબે તે સાંજે યુવકે દાળ ખાધી હતી. જે તેની લાળના સંપર્કમાં આવવાની લીધે જીવલેણ એલર્જીનો હુમલો થયો હતો. આ ઘટનાએ તેણીનું જીવન બદલી નાખ્યું. હવે તે પોતાની એલર્જીને લઈને ખૂબ જ સાવધાન છે અને અન્ય વ્યક્તિઓને પણ તે આના વિશે જાગૃત કરી રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App