ગુજરાત પોલીસમાં ભરતી થવા આ ભેજાબાજ યુવતીએ એવી બુદ્ધિ વાપરી કે, ભલભલા અધિકારીઓ માથું ખંજવાળતા થઇ ગયા

ગુજરાત (Gujarat): ગુજરાતમાં આવેલા અમદાવાદ  (Ahmedabad)માં એક યુવતીએ પોલીસ (Police) ઈન્સ્પેક્ટર બનવા માટે ગજબની બુદ્ધિનો ઉપયોગ કર્યો હતો. પોલીસ ઈન્સ્પેક્ટર બનવા માટે યુવતીએ DGPનો નકલી…

ગુજરાત (Gujarat): ગુજરાતમાં આવેલા અમદાવાદ  (Ahmedabad)માં એક યુવતીએ પોલીસ (Police) ઈન્સ્પેક્ટર બનવા માટે ગજબની બુદ્ધિનો ઉપયોગ કર્યો હતો. પોલીસ ઈન્સ્પેક્ટર બનવા માટે યુવતીએ DGPનો નકલી લેટર તૈયાર કર્યો હતો. આ વાત સાંભળીને તમને જરૂર આશ્ચર્ય થશે. આ ઘટના હકીકત છે.

અમદાવાદની એક યુવતીએ પોલીસ એકેડમીમાં ચાલતી સબ ઈન્સ્પેક્ટરની ટ્રેનિંગ માટે ગાંધીનગર પહોંચી હતી. ગાંધીનગર પહોંચ્યા બાદ યુવતીએ ગેટ પર તૈનાત કર્મચારીને DGPનો પત્ર અને સાથે સાથે અન્ય તમામ દસ્તાવેજો દેખાડ્યા પણ હતા અને કહ્યું હતું કે, હું અહી ટ્રેનિંગ માટે આવી છે.

જ્યારે પોલીસ દ્વારા દસ્તાવેજોની તપાસ કરવામાં અવી ત્યારે જાણવા મળ્યું હતું કે, આ તમામ દસ્તાવેજોની ફર્જી છે. ત્યારબાદ પોલીસે આરોપી યુવતીની પુછપરછ કરી હતી. પુછપરછ દરમિયાન યુવતીએ કહ્યું કે, હું મારા પિતાનું સપનું પૂરું કરવા પોલીસમાં જોડાવા માંગુ છું. યુવતીએ પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ભરતીની પરીક્ષા પણ આપી હતી, પણ યુવતી આ પરીક્ષા પાસ કરી શકી નહોતી.

પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ભરતીની પરીક્ષામાં નાપાસ થયા બાદ યુવતીએ આ નકલી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. આ દસ્તાવેજોમાં ઈન્ચાર્જ ડીજીપીની બનાવટી સહીઓ પણ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન કહ્યું કે, પોલીસ સબ ઈન્સ્પેક્ટરની પરીક્ષા માટે ફોર્મ પણ ભર્યું હતું, તેનો સીટ નંબર 10336646 હતો. અને આ તમામ દસ્તાવેજો હાથ વડે લખવામાં આવ્યા હતા.

ટ્રેનિંગ માટે આવેલા 289 લોકોના દસ્તાવેજો જ્યારે પોલીસે જોયા ત્યારે ખબર પડીકે આ યુવતીનું નામ લિસ્ટમાં નથી. ત્યાર બાદ પોલીસે આ યુવતી પર નકલી દસ્તાવેજો બનાવવા અને ઈન્ચાર્જ ડીજીપીની નકલી સહી કરવાનો કેસ નોંધ્યો હતો. આ યુવતી વિરુદ્ધ આઈપીસીની કલમ 465, 466, 471 અને 511 હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *