ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે, પ્રેમ આંધળો છે. પ્રેમમાં પડેલા યુવક અને યુવતી એક બીજાને કોઈ અન્ય વ્યક્તિ સાથે નથી જોઈ શકતા અને જો બે માંથી એક પણ વિશ્વાતઘાત કરે તો બંને એક બીજાને સબક શીખવીને જ રહે છે. ત્યારે આવી જ એક ઘટના ઉતરપ્રદેશના ગોરખપુરમાંથી સામે આવી છે. જાણીએ શું છે સમગ્ર ઘટના…
ઉતરપ્રદેશના એક પ્રેમીએ અન્ય જગ્યાએ લગ્ન ગોઠવાઈ જતા તેમણે પ્રેમિકાને લગ્ન કરવાની ના કહેતા, પ્રેમિકા ખુદ બેન્ડ બાજા સાથે પ્રેમીના ઘરે પહોચી આવી હતી. જ્યાં પ્રેમિકાએ હાઈવોલ્ટેજ ડ્રામા કર્યો હતો. જેમના કારણે મુદ્દો એટલો ગંભીર બની ગયો હતો કે, પોલીસે ઘટના સ્થળે પહોચીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો અને યુવતીને સમજાવીને તેમના ઘરે પાછી મોકલી હતી.
મળતી માહિતી અનુસાર, પ્રેમિકાની મુલાકાત બે વર્ષ અગાઉ માસીના ઘર સામે રહેતા એક સંદીપ મૌર્ય નામના યુવક સાથે થઇ હતી. ત્યાર બાદ બંનેએ એક બીજા સાથે પ્રેમસબંધ બાંધ્યો હતો. જયારે યુવકે લગ્નને લઈને પ્રેમિકાના માતા-પિતા સાથે વાત પણ કરી હતી, પરંતુ યુવકને નોકરી મળતા જ પોતાની પ્રેમિકા સાથેના સબંધનો અંત લાવી દીધો હતો.
યુવકના ઘરની બહાર ધમપછાડા કરતી યુવતીએ આરોપ લગાવતા કહ્યું હતું કે, યુવકે લગ્નનો વાયદો આપીને મારી સાથે શારીરિક સબંધો પણ બાંધ્યા હતા. આ સમય દરમિયાન તેમની સેનામાં ટ્રેનીંગ શરુ થઇ ચુકી હતી. આ સમયે પણ યુવક તેમને મળવા આવતો જતો હતો અને તેમણે ઘણીવાર શારીરિક સબંધો બાંધ્યા હતા. પરંતુ યુવકને સેનામાં નોકરી મળી જતા યુવક ફરી ગયો અને લગ્ન કરવાના વાયદાને તોડી નાખ્યો. જયારે પ્રેમિકાને જાણ થઇ કે, પ્રેમીને કોઈ અન્ય યુવતી સાથે લગ્ન થઇ રહ્યા છે, તો પ્રેમકા બેન્ડ બાજા લઈને યુવકના ઘરે પહોચી હતી અને કહ્યું હતું કે જો તે યુવક મારી સાથે લગ્ન નહિ કરે તો હું મરી જઈશ.
પ્રેમિકાની બહેને પણ જણાવતા કહ્યું છે કે, સંદીપ અવારનવાર તેમના ઘરે આવતો જતો હતો. આ સમય દરમિયાન સંદીપે તેમના માતા-પિતા સાથે પણ લગ્નની વાત કરી હતી. યુવક અને યુવતી બંને એક જ જ્ઞાતિના હોવાથી કોઈ સમસ્યા સર્જાઈ નહોતી. જયારે બીજી બાજુ સંદીપને સેનામાં નોકરી મળતા તેણે પોતાનો વાયદો પૂર્ણ કર્યો ન હતો અને ફરી ગયો હતો. જયારે હાલમાં સંદીપ વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
તો બીજી બાજુ પોલીસનું કહેવું છે કે, સંદીપને અન્ય યુવતી સાથે લગ્ન કરતાં અટકાવી શકાય નહીં, કારણ કે કાયદાકીય રીતે તે પોતાના પહેલા લગ્ન કરી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.