જ્યાંથી કોરોના વાયરસ આખી દુનિયામાં ફેલાયો ત્યાંથી એક સારા સમાચાર આવી રહ્યા છે. ચીનના વુંહાનથી આખી દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે 1,70,740 લોકો સંક્રમિત થયા છે. જ્યારે 6,687 લોકોના મૃત્યુ થયા છે. હવે એક સારા સમાચાર ચીનથી આવ્યા છે કે ચીનના વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં કેટલાક વાંદરાઓને વાયરસથી સંક્રમિત કર્યા હતા. હવે આ વાંદરાઓ ના શરીરે આ વાયરસ સામે ઇમ્યુનિટી એટલે કે કોરોના વાયરસ સામે લડવાની ક્ષમતા મેળવી લીધી છે.
વાંદરાઓ દ્વારા વાયરસ સામે ઇમ્યુનિટી વિકસિત કરવાનો મતલબ એ છે કે હવે માણસ પણ પોતાની ઇમ્યૂનિટીને મજબૂત કરી આ બીમારી સામે લડી શકે છે. હવે આ વાંદરાઓના શરીરમાંથી એન્ટીબોડી લઈને વેક્સિન બનાવવી શકાય છે.
એન્ટીબોડી આપણા શરીરમાં રહેતા એવા સિપાહી છે જે બહારથી થનાર બેક્ટેરિયા અને વાયરસના હુમલાથી બચાવે છે. તે બીમારીઓ સામે લડે છે અને આપણને દરેક પ્રકારના સંક્રમણથી બચાવે છે.
4/5: The first shipment of Chinese billionaire Jack Ma’s donation of 1 million masks and 500,000 coronavirus test kits to the United States arrived on Monday morning https://t.co/F3akUXGN1k
— SCMP News (@SCMPNews) March 17, 2020
ચીનના વૈજ્ઞાનિક હવે વાંદરાના શરીરમાંથી લીધેલા એન્ટિબોડીઝને મનુષ્ય પર પરીક્ષણ એક મહિનામાં શરૂ કરશે. ફક્ત એટલું જ નહીં, જે લોકો કોરોના વાયરસથી ઠીક થઈ ચૂકયા છે તેમના એન્ટિબોડીઝ ને લઈને પણ ચીન વેક્સિન બનાવવાની તૈયારીમાં છે.
તમને જણાવી દઈએ કે ચીનમાં અત્યાર સુધી ૭૫ હજારથી વધારે લોકો કોરોના વાયરસથી મુક્ત થઇ ચુક્યા છે. એટલે કે સાજા થઇ ચુક્યા છે.હવે તેના શરીરમાંથી એન્ટિબોડીઝ લઈને વેક્સિન વિકસિત કરવામાં આવશે. સાથે જ તેને વાંદરાઓના એન્ટીબોડી સાથે સરખાવીને જોવામાં આવશે કે તેમાં કેટલી સમાનતા છે.
લોકોને આ ડર પણ છે કે કદાચ તેમને બીજી વખત કોરોના વાયરસ થઈ ગયો તો.તમને જણાવી દઈએ કે બીજી વખત કોરોના વાયરસનું સંક્રમણ ફક્ત 0.1 થી 1 ટકા લોકોને જ છે.
એટલા માટે વૈજ્ઞાનિકોને પૂરી આશા છે કે એકવાર વેક્સિન વિકસિત થયા બાદ કોઈને પણ બીજી વખત સંક્રમણ થાય છે તો તેને પણ સહેલાઇથી સાજા કરી લેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.