ભારતીય સરહદ પર 20 જવાનોને શહીદ કરનારા ચીન સામે દેશભરનાં લોકમાં રોષ ભભૂક્યો છે. રાજ્ય સહિત દેશનાં લોકો ચીનને પોતાની તાકાત બતાવવા માટે ચીની વસ્તુઓનો બહિષ્કાર કરી રહ્યાં છે. ભારતીય સરહદ પર ચીને યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી કરી દેતા નાગરિકો ચાઇના પ્રોડક્ટનો બહિષ્કાર કરીને ચાઇનાને પાઠ ભણાવવા માગે છે ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે ગુજરાત સરકારે 40 હજાર ચીની ટેબ્લેટ ખરીદ્યાનો આક્ષેપ કૉંગ્રેસનાં મુખ્ય પ્રદેશ પ્રવક્તા ડૉ. મનીશ દોશીએ કર્યો છે. આ ટેબ્લેટની કિંમત 58 હજાર કરોડ થાય છે.
સરકારે ટેબ્લેટ પાછળ કર્યો 58 કરોડનો ખર્ચ
કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા દોશીએ આક્ષેપ કરતા આગળ કહ્યું હતું કે, ભાજપ સરકાર ચાઇના મોડલ વ્યક્ત કર્યા વગર રહીં શકતી નથી. ચીન પ્રોડક્ટ્સની ખરીદીને પગલે કોંગ્રેસ શિક્ષણમંત્રીના રાજીનામાની માંગણી કરી છે. ગુજરાતમાં ભાજપ સરકારે કેન્દ્ર સરકારના સર્વ શિક્ષા અભિયાનના નાણાંમાંથી મેઇડ ઇન ચાઇના ટેબલેટની ખરીદી કરી છે. રાજ્યની શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી પૂરવા માટે મેઇડ ઇન ચાઇના મોડલના લિનોવા કંપનીના ટેબલેટ ખરીદવામાં આવ્યાં છે.
કૉંગ્રેસનાં મુખ્ય પ્રદેશ પ્રવક્તા ડૉ. મનીશ દોશીનો દાવો
સરકારે 14,500 રૂપિયાની કિંમતના 40,000 થી પણ વધુ ટેબ્લેટ ખરીદ્યા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર આત્મનિર્ભરની મોટી મોટી વાત કરનાર ગુજરાત સરકારે મેઇડ ઇન ચાઇ્ના લેનોવા કંપનીનું ટેબ્લેટ એક 14,500 રૂપિયાની કિંમતના 40,000 થી પણ વધુ ટેબ્લેટ ખરીદ્યા છે. આ ટેબ્લેટ પાછળ સરકારે 58 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ ટેબ્લેટ શિક્ષકોને વિદ્યાર્થીઓને હાજરી પૂરવા માટે આપવામાં આવશે. એક તરફ આત્મનિર્ભરની વાત થાય છે અને બીજીબાજુ ચાઇનાની પ્રોડક્ટ ખરીદીને ગુજરાત સરકારની કરની અને કથનીમાં ફેર છે તેવો આક્ષેપ દોશીએ કર્યો હતો. તાજેતરમાં ચાઇનીઝ ટેબલેટનુ રાજ્યભરની શાળાઓમાં વિતરણ કરાયુ છે.
ચાઇના ટેબલેટની ખરીદીની જવાબદારી સ્વિકારી શિક્ષણમંત્રીએ રાજીનામુ આપવું જોઇએ
તેમણે વધુમાં કહ્યું કે, એક તરફ આત્મનિર્ભરની વાત થાય છે અને બીજીબાજુ ચાઇનાની પ્રોડક્ટ ખરીદીને ગુજરાત સરકારની કરની અને કથનીમાં ફેર છે. દેશભરમાં ચીનની નફ્ફટાઇ સામે રોષ ભભૂક્યો છે ત્યારે ગુજરાતમાં ભાજપ સરકારને જાણે ચીન પ્રત્યે પ્રેમ ઉભરાયો છે. કોંગ્રેસે એવી માંગ કરી છેેકે, ચાઇના ટેબલેટની ખરીદીની જવાબદારી સ્વિકારી શિક્ષણમંત્રીએ રાજીનામુ આપવું જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news