આપને જણાવી દઈએ કે, સમગ્ર દેશમાં ખાનગી કંપની પાસેથી સૌથી સસ્તી વીજળીની ખરીદી કરીને ગ્રાહકોને પૂરી પાડતું દેશનું એકમાત્ર રાજ્ય હાલમાં ગુજરાત છે. ઊર્જા મંત્રી સૌરભ પટેલ જણાવતાં કહે છે કે, વિપક્ષ દ્વારા કાયમ માટે ખાનગી કંપનીઓ પાસેથી મોંઘી વીજળીની ખરીદી કરવાના અમારા ઉપર આક્ષેપ કરવામાં આવે છે ત્યારે તેમને મારે જણાવવુ છે કે, રાજય સરકારના કાર્યરત વીજ મથકો જૂના છે એટલે વીજ ઉત્પાદન ખુબ મોધું પડે છે.
આપણે એમાં વીજ પેદા કરીએ તો 5.43 પૈસે પડે છે. જયારે એની સામે ખાનગી કંપનીઓ પાસેથી એના કરતા ખુબ સસ્તી એટલે કે, 3.08 પૈસે વીજળીની ખરીદીને ગ્રાહકોને આપવામાં આવે છે એટલે ખોટી રીતે માહિતી વિના અમને બદનામ કરવાનુ બંધ કરવુ જોઈએ.
આની સાથે જ આગળ જણાવ્યું હતું કે, સરકારી વીજકંપનીઓ કરતા ઘણુંખરું ખાનગી વીજકંપનીની પાસેથી ખરીદી કરવામાં આવતી વીજળી રાજ્ય સરકાર તથા ગ્રાહકોને ખુબ સસ્તી પડે છે. પરિવહનના તુલનાત્મક દૃષ્ટિએ ખુબ સસ્તા ભાવ અને અન્ય સરકારી કંપનીઓની તુલનામાં સ્પર્ધાત્મક દૃષ્ટિએ ખાનગી કંપની પાસેથી ખરીદી કરાતી વીજળી ગ્રાહકોને ખુબ સસ્તી પડે છે.
અમે ફક્ત 4 કંપનીઓ પાસેથી વીજળીની ખરીદી કરતા નથી. રાજ્યની 596 જેટલી ખાનગી કંપની પાસેથી વીજળીની ખરીદી કરીએ છીએ. જેની અંતર્ગત 32,980 મીલિયન યુનિટ વીજળીની ખરીદી કરીને ખુબ સસ્તી વીજળી ગ્રાહકોને આપવામાં આવે છે.
કેન્દ્ર સરકારના કાયદા પ્રમાણે આપણે કોઈની પાસેથી વીજળી ખરીદી કરી શકીએ છીએ. આજની પરિસ્થિતિએ સરકારી કરતા ખાનગી કંપનીઓ પાસેથી જે વીજળી મળી રહે છે તે વધારે સસ્તી મળે છે તેમજ નિયમ પ્રમાણે ગ્રાહકો માટે ખુબ સસ્તી વીજળી જ્યાંથી પણ મળે એની ખરીદી કરીને ગ્રાહકોને આપવી તે સરકારની પ્રાથમિકતા રહેલી છે.
વીજ ખરીદીની પ્રક્રિયા અંગે જણાવતા તેઓ કહે છે કે, વીજળીની ખરીદી કરીને રાજ્ય સરકાર મુખ્યત્વે 4 પ્રકારે એટલે કે, કેન્દ્ર સરકાર પાસેથી, રાજ્યસરકારના અનેકવિધ વીજમથકો પાસેથી, ખાનગી કંપની પાસેથી અને ઓપન એક્સચેન્જ પ્રણાલિકા દ્વારા કરે છે.
જે કોઈ સસ્તી વીજળી આપે ત્યાંથી વીજળીની ખરીદી કરવામાં આવે છે. આ વીજખરીદી માટે આપણે જરૂરી બીડીગ પ્રક્રિયાનું અનુપાલન કરવામાં આવે છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) દ્વારા સ્પર્ધાત્મક ભાવો મંગાવીને રાજ્યની ઉર્જાની જરૂરિયાતને સમજ્યા પછી કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા પ્રમાણે ”સ્ટાન્ડર્ડ બિડિંગ ડોકયુમેન્ટ” જ વીજળીની ખરીદી કરવામાં આવે છે.
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ એટલે કે, GSECL દ્વારા વર્ષ-2019માં જે યુનિટદીઠ વીજળીની ખરીદી કવામાં આવી તેનો દર પ્રતિ યુનિટ 5.04 રૂપિયાનો હતો. આ ભાવે કુલ 18,332 મિલિયન યુનિટની ખરીદી કરવામાં આવી હતી.
ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં જે કોઈપણ સ્થળોએ કોલસાનું ઉત્પાદન કરવામાં આવે છે ત્યાંથી કોલસો લઇને અંદાજે 1,500 કિમીના અંતરેથી આપણા વીજમથકો સુધી તેને લઇ આવવાનો પરિવહનનો ખર્ચ પણ ખુબ મોંઘો પડે છે. તેની સાપેક્ષે, ખાનગી વીજકંપનીઓ વિદેશથી આયાતી કોલસાનો ઉપયોગ કરે છે.
આ ખાનગી વીજ ઉત્પાદક કંપનીઓના વીજ મથકો દરિયાકિનારે આવેલ હોવાને લીધે કોલસાની પાછળ થતો પરિવહન ખર્ચ પણ ખુબ નજીવો થાય છે. આની સાથે જ ખાનગી કંપનીની તુલનાએ સરકારી કંપનીઓના વીજ મથકો 25 વર્ષ જૂના હોવાને લીધે તેમની કાર્યક્ષમતા પણ ખુબ ઓછી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle