કોરોના મહામારીને ધ્યાનમાં લઈ હાલમાં સમગ્ર દેશમાં લોકોને એકત્ર થવા પર પ્રતિબંધ રહેલો છે. ગુજરાતમાં કુલ 200 લોકો એકત્ર થઈને નવરાત્રીનાં તહેવાર નિમિતે ગરબાનું આયોજન કરી શકે એ માટે પરવાનગી આપી દેવામાં આવી ચે ત્યારે હાલમાં ફરી એકવાર સમાચાર સામે આવી રહ્યા છે.
હાલમાં બિહાર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. આની સિવાય બીજાં રાજ્યોમાં પણ પેટાચૂંટણી યોજાઇ રહી છે. જેને લઈ બુધવારનાં રોજ ચૂંટણી પંચે કોરોના મહામારી દરમિયાન ચાલુ તથા ભાવિ ચૂંટણીઓ માટે સ્ટાર પ્રચારકોથી સંબંધિત માપદંડમાં સુધારો કર્યો હતો.
રજિસ્ટર્ડ પક્ષો માટે કુલક 30 સ્ટાર પ્રચારકો તથા બિન રજિસ્ટર્ડ પક્ષો માટે કુલ 15 સ્ટાર પ્રચારકોની પરવાનગી આપવામાં આવી છે. આની ઉપરાંત કોરોના મહામારી દરમિયાન માન્યતા મળેલ રાષ્ટ્રીય અથવા તો રાજ્યના રાજકીય પક્ષો વધારેમાં વધારે કુલ 30 સ્ટાર પ્રચારકો તથા બિન રજિસ્ટર્ડ રાજકીય પક્ષો માટે કુલ 15 સ્ટાર પ્રચારકોની લિમિટ નક્કી કરવામાં આવી છે. આની પહેલા 21 ઓગસ્ટે ચૂંટણી પંચે કોરોના મહામારીમાં ચૂંટણી યોજવા માટે વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી.
ડોર ટુ ડોર પ્રચારમાં માત્ર 5 લોકો જ જઈ શકશે :
આ માર્ગદર્શિકા બિહાર વિધાનસભાની ચૂંટણી તથા બીજી પેટા-ચૂંટણીઓ માટે જાહેર કરવામાં આવી છે. હવે ડોર ટૂ ડોર પ્રચારમાં ઉમેદવારો સહિત માત્ર 5 લોકો જ ભાગ લઈ શકશે. ઉમેદવારો જામીન રકમ ઓનલાઇન ભરી શકશે. ગૃહ મંત્રાલય તથા રાજ્યની કોરોના અંગેની માર્ગદર્શિકા પ્રમાણે જાહેર સભાઓ તથા રોડ શોને પરવાનગી આપવામાં આવશે.
અહી નોંધનીય છે કે, કોરોના મહામારીમાં બિહારની આ પહેલી મોટી ચૂંટણી છે. ચૂંટણીની તારીખ નક્કી કરવામાં આવી છે. આ વખતે 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી કુલ ૩ તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. પરિણામો 10 નવેમ્બરે આવશે. કુલ 7.29 કરોડ મતદારો એમના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવશે. આ વખતે ચૂંટણી ગત ચૂંટણી કરતા એકદમ જુદી રીતે જ હશે અને એનું એકમાત્ર કારણ કોરોના વાયરસ રહેલો છે.
ગુજરાતમાં પેટાચૂંટણી હોવાથી અહી પણ રેલીઓ કાઢી શકાશે :
ગુજરાતમાં પણ કુલ 8 બેઠકો પર પેટાચૂંટણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને લઈ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ બદલાવને કારણે હવે ગુજરાતમાં પણ રાજકીય રેલીઓનું આયોજન કરી શકાશે. આમ, કોંગ્રેસ તથા ભાજપ બંને પક્ષો હવે રાજકીય રેલીઓનું આયોજન કરી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle