ફરી એક વખત ડુંગળી લોકોને રડાવશે? ફરી આસમાને પહોચશે ભાવ? જાણો શું છે સરકારની તૈયારીઓ

સરકારે ડુંગળી(Onion)ને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેનું કારણ ઓગસ્ટ અને ડિસેમ્બર વચ્ચે ડુંગળીના વધતા ભાવ(Onion prices rising) છે. આ દરમિયાન ડુંગળી તેની વધતી કિંમતોથી સામાન્ય લોકોની સાથે સરકારને પણ રડાવવા લાગે છે. તેથી, અણધારી રીતે દર ન વધે તે માટે સરકારે ડુંગળીને લઈને સંપૂર્ણ યોજના તૈયાર કરી છે. પહેલેથી જ ડુંગળીની ખરીદી અને સ્ટોકમાં વધારો ચાલુ છે.

સરકારે વર્ષ 2022-23માં બફર સ્ટોક બનાવવા માટે ખેડૂતો પાસેથી 2.5 લાખ ટન ડુંગળીની ખરીદી કરી છે અને જો ડુંગળીના છૂટક ભાવમાં વધારો થશે તો તે બજારમાં હસ્તક્ષેપ કરશે. સરકારી ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2021-22માં ડુંગળીનું ઉત્પાદન 37.17 મિલિયન ટન રહેવાનો અંદાજ છે, જે એક વર્ષ અગાઉ 26.64 મિલિયન ટન હતો.

ડુંગળીનો બફર સ્ટોક વધ્યો:
ખાદ્ય અને ઉપભોક્તા બાબતોના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પાછલા રેકોર્ડને તોડતા, કેન્દ્રએ વર્ષ 2022-23માં બફર સ્ટોક માટે 2.50 લાખ ટન ડુંગળીની ખરીદી કરી છે. ચાલુ વર્ષમાં ડુંગળીના બફર સ્ટોકનું કદ 2021-22 દરમિયાન સર્જાયેલા 2 લાખ ટન કરતાં 50 હજાર ટન વધુ છે.

વર્તમાન રવિ પાક ડુંગળીની ખરીદી નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED) દ્વારા મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ જેવા ડુંગળી ઉત્પાદક રાજ્યોમાં ખેડૂતોના ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOs) દ્વારા કરવામાં આવે છે.

ભાવ વધશે તો સરકાર આપશે ડુંગળી:
મંત્રાલયે જણાવ્યું હતું કે, “આ સ્ટોક લક્ષિત ઓપન માર્કેટ સેલ દ્વારા બહાર પાડવામાં આવશે અને ટૂંકા પુરવઠાના દિવસો (ઓગસ્ટ-ડિસેમ્બર) દરમિયાન ભાવ ઘટાડવા માટે છૂટક આઉટલેટ્સ દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને સરકારી એજન્સીઓને આપવામાં આવશે.” તે રાજ્યો અને શહેરો તરફ લક્ષિત છે જ્યાં કિંમતો પાછલા મહિનાની સરખામણીમાં વધી રહી છે. દર વર્ષે એવું બને છે કે ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે ડુંગળીના ભાવ આસમાને પહોંચવા લાગે છે. આ પણ લગ્નોની સિઝન છે, તેથી માંગ સતત રહે છે અને પુરવઠો ઘટે છે. તેથી દરો પણ વધે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *