હવામાન વિભાગની આગાહી: રાજ્યમાં વરસાદનું જોર ઘટશે, પરંતુ આગામી 24 કલાકમાં ખાબકશે અતિભારે વરસાદ 

ગુજરાત(Gujarat): રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા ફરી એકવાર આગાહી(Rain forecast) કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં આગામી દિવસોમાં ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે. એક સિસ્ટમ એક્ટીવ હતી તે ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ ગઈ છે. જોકે હવામાન વિભાગ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ ડિપ્રેશનની અસર ગુજરાત રાજ્ય પર જોવા મળશે નહી.

હવાના વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. જેને લઈ 48 કલાક માટે માછીમારોએ દરિયો ન ખેડવા હવામાન વિભાગ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. આ બાજુ દરિયાકાંઠે એક નંબર સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ સાથે પોરબંદર, જૂનાગઢ, વલસાડમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈ તંત્ર પણ ખડે પગે જોવા મળી રહ્યું છે. આ બાજુ દરિયાકાંઠે એક નંબર સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને 48 કલાક માટે માછીમારોએ દરિયો ન ખેડવા સૂચન કરવામાં આવ્યું છે. આજે પોરબંદર, જૂનાગઢ, વલસાડમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે, અરબી સમુદ્રમાં વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. જેને લીધે આગામી 24 કલાક અત્યંત ભારે વરસાદ ખાબકે તેવી પ્રબળ સંભાવના છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, વલસાડ, ડાંગ, દમણ, નવસારી, સુરત, તાપી, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકામાં વરસાદને લઈને ભારે આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *