સરકાર 5 સપ્ટેમ્બરથી શાળાઓ ખોલવાની કરી રહી છે તૈયારીઓ- જાણો શિક્ષણમંત્રીએ શું કહ્યું…

આંધ્રપ્રદેશ સરકારે 5 સપ્ટેમ્બરથી સ્કુલો ખોલવા પર નિર્ણય કરી રહી છે. સરકારે તેની માટે તમામ જરૂરી તૈયારીઓ પણ કરી રાખી છે. જો કે, અંતિમ નિર્ણય તો સમયની પરિસ્થિતિને આધારે જ લેવામાં આવશે.

શિક્ષણ મંત્રીએ જણાવતાં કહ્યુ, કે જ્યાં સુધી સ્કુલ ખુલતી નથી. મિડ ડે મીલનાં સ્થાને વિદ્યાર્થીઓને સૂકુ રેશન તેમના ઘરે જ પહોંચાડવામાં આવશે. તેમણે કહ્યુ હતું, કે આગામી સત્રથી પ્રી-પ્રાઈમરી એટલે કે LKG અને UKGની પણ શરૂઆત સ્કુલોમાંથી જ કરવામાં આવશે.

રાજ્યમાં EAMCET, JEE, IIIT જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માટે કોચિંગની શરૂઆત પણ કરવામાં આવશે. જિલ્લા સ્તરે એક જોઈન્ટ ડાયરેક્ટર સ્તરના પદ નક્કી થશે એટલે કે પ્રદેશમાં શિક્ષણનું સ્તર પણ સુધારાઈ શકે છે.

અહી ઉલ્લેખનીય છે, કે ભારતમાં કોરોના વાઈરસનો પ્રકોપ પણ યથાવત્ રહ્યો છે. દેશમાં મંગળવારે કોરોનાથી વધુ કુલ 649નાં મોત પણ નીપજ્યા હતા. આની સાથે મૃત્યુઆંક કુલ 28,697 થઈ ચુક્યો છે. આની સાથે ભારત કોરોનાથી મોતના સંદર્ભમાં પણ વિશ્વમાં સાતમા ક્રમે પહોંચી ચુક્યું છે.

દેશમાં મંગળવારે 24 કલાકમાં કોરોનાના નવા કુલ 33,785 કેસ નોંધાયા હતા. આની સાથે દેશમાં કોરોનાના કેસની સંખ્યા કુલ 11,85,975 ને પાર થઈ ગઈ છે, તેમાંથી કુલ 7,44,464 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. મંગળવારે કોરોનાના કુલ 23,139 દર્દીઓ સાજા થયા હતા.

દેશમાં કોરોનાનો રિકવરી રેટ કુલ 62.77 % તેમ PTIની રાજ્યવાર ટેલીમાં જણાવાયું હતું. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હાથ ધરાયેલા સીરો સર્વે અનુસાર કુલ 24 % લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે, પણ મોટાભાગના લોકોમાં કોરોનાના કોઈ લક્ષણ પણ જોવા મળ્યા નથી.

વિશ્વમાં કોરોનાની સ્થિતિ પર નજર રાખતી વેબસાઈટ વર્લ્ડોમીટરના અહેવાલ અનુસાર ભારત મંગળવારે કોરોનાથી કુલ 28,697 મોત સાથે વિશ્વમાં સાતમા ક્રમે પહોંચી ચુક્યું છે. ભારત એક સમયે યુરોપમાં કોરોનાથી હાહાકાર મચી ગયો હતો તે સ્પેનમાં કુલ 28,424 મોતને પણ પાછળ પાડયું હતું. વિશ્વમાં કોરોનાથી મોતના સંદર્ભમાં અમેરિકા કુલ 1.44 લાખ મોતની સાથે પહેલાં ક્રમે છે.

ભારતની આગળ બ્રાઝિલમાં કુલ 80,493 મોત, બ્રિટનમાં કુલ 45,422 મોત, મેક્સિકોમાં કુલ 39,485 મોત, ઈટાલીમાં કુલ 35,073 મોત, ફ્રાન્સમાં કુલ 30,177 મોત છે. વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 6.15 લાખથી પણ વધુના મોત થયા છે, જ્યારે કુલ 1.49 કરોડ કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાની સ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *