ભારત માટે આવનાર 15 દિવસ સૌથી ઘાતક સાબિત થશે- જાણો કોણે આપી ચેતવણી

ભારત માટે આગામી સમય હજી પણ વધારે ગંભીર સાબિત થશે તેવી ચેતવણી ઈન્ડીયન મેડીકલ એસોસિએશનના પ્રમુખે આપી છે.  કોરોના વાયરસે આખા ભારતને ભરડામાં લીધું છે.…

ભારત માટે આગામી સમય હજી પણ વધારે ગંભીર સાબિત થશે તેવી ચેતવણી ઈન્ડીયન મેડીકલ એસોસિએશનના પ્રમુખે આપી છે.  કોરોના વાયરસે આખા ભારતને ભરડામાં લીધું છે. દિવસેને દિવસે કોરોના સંક્રમણના કેસમાં ભારે વધારો થઈ રહ્યો છે. સામાન્ય લોકોની સાથો સાથ કોરોનાની સારવાર કરનારા અનેક તબિબો પણ આ ઘાતક વાયરસના કારણે મોતને ભેટ્યા છે.

ઈન્ડીયન મેડીકલ એસોસિએશના પ્રમુખે ચેતવણી આપતા કહ્યું છે કે, આગામી 15 દિવસ ભારત માટે ખુબ જ ઘાતક સાબિત થશે. તેમના મતે હાલ ભારતમાં કોરોનાની સ્થિતિ છે તે આગામી 15 દિવસમાં વધારે વિકરાળ બની શકે છે. માટે સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવુ ખુબ જ જરૂરી છે. કોરોનાના કહેરને નાથવા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવુ જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોના વાયરસનો સૌથી વધુ ભોગ ડૉક્ટરો પણ બની રહ્યાં છે.

તેવી જ રીતે ડૉક્ટરોમાં મૃત્યુઆંક પણ સૌથી વધારે છે. સૌથી વધુ ઉંમરવાળા તબીબોના મોત થયા છે. કુલ દર્દીમાં મૃત્યુદર 2.5 ટકા છે જ્યારે તબીબોમાં મૃત્યુદર 8 ટકા જેટલો છે. તેમના મતે અત્યાર સુધી 1302 સંક્રમિતમાંથી 99 તબીબના મોત થયા છે. જેમાં 54 પ્રેકટીસીંગ તબીબ, 191 સર્જનના મોત થયા છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, 35-50 વયના 19 ડોકટર મોતને ભેટ્યા છે. જ્યારે 50થી વધુ વયના 73 તબીબોના મોત થયાં છે. તેમણે ડોક્ટરોની કામગીરીને બિરદાવી હતી. ઈન્ડીયન મેડીકલ એસોસિએશના પ્રમુખે કહ્યું હતું કે, સૌથી વધુ કામ તબીબો કરી રહ્યાં છે. પરંતુ વધુ પડતા શ્રમથી ઈમ્યુનીટી ઘટે છે. માટે જ દર્દીમાં મૃત્યુદર ઓછો છે અને તબીબોમાં વધુ વધુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *