આ સરકારી અધિકારીએ 21 વર્ષની યુવત સાથે ચાલુ બસે જ્યાં ત્યાં હાથ નાખીને કરી છેડતી, જુઓ વીડિયો

દેશમાં શું થઇ રહ્યું છે તે વ્યક્તિની સમજની બહાર છે. રોજને રોજ દેશનાં કોઇને કોઇ ખુણે શિયળ લૂંટાઇ રહ્યું છે. નરાધમો માજા મુકી રહ્યા હોય…

દેશમાં શું થઇ રહ્યું છે તે વ્યક્તિની સમજની બહાર છે. રોજને રોજ દેશનાં કોઇને કોઇ ખુણે શિયળ લૂંટાઇ રહ્યું છે. નરાધમો માજા મુકી રહ્યા હોય તેમ દુષ્કર્મ બાદ દિકરીઓને જીવતી સળગાવી દેવામાં આવે છે, તો ક્યાંક દુષ્કર્મનાં આરોપી જામીન પર છુટી દુષ્કર્મ વેઠનાર પીડિતાને જીવતી સળગાવી દે છે. દુષ્કર્મની બનતી તમામ ઘટનામાં મોટે ભાગે સગીરા સાથે આ ઘ્રુણાસ્પદ ઘટના ઘટી રહી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ફરી હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં બસ કંડકટર દ્વારા 21 વર્ષની યુવતીની ચાલુ બસે છેડતી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો કર્ણાટકનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ વીડિયોમાં બસના કન્ડક્ટરની હરકતોનો પર્દાફાશ થયો છે. બાજુમાં બેઠેલી 21 વર્ષની છોકરી સાથે ગેરવર્તન કરવું આ કન્ડક્ટર ખુબ ભારે પડી ગયું. છોકરીએ કન્ડક્ટરને ખબર ન પડે એ રીતે વીડિયો ઉતારી લીધો અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં લોકો કંડકટરની આ પ્રકારની હરકત જોઈએ તેની ટીકા કરી રહ્યા છે. એવી પણ માહિતી મળી રહી છે કે, કંડકટરે યુવતીની છેડતી કરી હોવાથી KSRTC દ્વારા તેને ફરજ પરથી મોકૂફ કરી દેવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, 21 વર્ષની યુવતી KSRTCની બસમાં મુસાફરી કરી રહી ત્યારે બસનો કંડકટર યુવતીની બાજુમાં આવીને બેસી જાય છે. ત્યારબાદ કંડકટર યુવતીને છેડતી કરતા તેના હાથનો સ્પર્શ કરે છે. યુવતી કંડકટરનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કરે છે પરંતુ કંડકટર યુવતીને છેડતી કરવાનું શરૂ રાખે છે. કંડકટરને રંગે હાથે પકડવા માટે યુવતી તેની તમામ હરકતને મોબાઈલના કેમેરામાં કેદ કરી લે છે. વીડિયો ઉતર્યા બાદ યુવતી હિંમત એકઠી કરીને કંડકટરને થપ્પડ મારીને બસની નીચે ઉતરી જાય છે.યુવતીએ કંડકટરને પાઠ ભણાવવા માટે સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવતીની ફરિયાદના આધારે KSRTCની બસના કંડકટરની ધરપકડ કરી હતી. ત્યારબાદ યુવતીએ પોતાના મોબાઈલમાં રહેતો કંડકટરની શરમજનક હરકતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *