નિર્ભયા કેસના આરોપીઓને ફાંસી આપતા પહેલા સરકાર ખવડાવશે આ વસ્તુ

આખરે એ દિવસ આવી ગયો જ્યારે નિર્ભયાને ન્યાય મળશે. નિર્ભયાના દોષીઓને 20 માર્ચે ફાંસી થશે, પટિયાલા હાઉસ કોર્ટે ડેથ વોરન્ટની રોક લગાવવાની અરજીને નકારી કાઢી છે. ઘણા લાંબા સમયથી નિર્ભયાના દોષીઓને ફાંસીની તારીખ ટળી રહી હતી. આના પહેલા 3 માર્ચના રોજ ફાંસીની તારીખ નક્કી કરવામાં આવી હતી. જે ટળી ગઈ હતી. આવો એવામાં જાણીએ કે ફાંસી આપતા પહેલા તેમને શું ખવડાવવામાં આવશે.

નિર્ભયાના ચાર આરોપી રામસિંહ, મુકેશ, વિનય શર્મા અને પવન ગુપ્તાને 20 માર્ચની વહેલી સવારે સાડા પાંચ વાગ્યે ફાંસી થનાર છે. જલ્લાદ પવન આ તમામને ફાંસીના ફંદા ઉપર લટકાવશે. જણાવી દઈએ કે આના પહેલા તેઓ પાંચ લોકોને ફાંસી આપી ચૂક્યા છે. બે પટિયાલા, એક આગરા, એક અલ્હાબાદ, એક મેરઠ.

તમને જણાવી દઈએ કે ફાંસી દેવાના પહેલા આરોપીઓને સવારે ચા જેલ પ્રશાસન તરફથી આપવામાં આવશે.જેલ મેન્યુઅલના અનુસાર ફાંસી અપાતા પહેલા કેદીઓને ચા આપવામાં આવશે.

ચા અને બિસ્કીટ અપાયા બાદ તેમને નહાવા માટે જવા દેવામાં આવે છે. પછી તેમને કાળા કપડાં પહેરાવવામાં આવશે.

જ્યારે આરોપીઓને ફાંસી માટે લાવવામાં આવશે ત્યારે તેમના ચહેરા ઉપર કાળી થેલી બાંધવામાં આવશે અને પગમાં દોરડા બાંધવામાં આવશે. સાથે જ હાથમાં હથકડી પણ પહેરાવવામાં આવશે.

જણાવી દઈએ કે બકસરથી ફાંસીનું દોરડું લાવવામાં આવ્યું છે. ત્યાં જ છેલ્લી ફાંસી 2013માં અફઝલ ગુરુને આપવામાં આવી હતી.

ફાંસી અપાયા બાદ બે કલાક સુધી ફાંસીના ફંદા ઉપર શરીર લટકતું રહેશે, ત્યારબાદ ડોક્ટર ચેક કરશે અને મૃત જાહેર કરશે. ફાંસી દરમિયાન ઈશારામાં વાત કરવામાં આવે છે. સુપ્રિટેન્ડેન્ટના ઈશારા પર જલ્લાદ લિવર ખેંચે છે અને દોશી લટકી જાય છે અને દોશી લટકી જાય છે. ઇશારાઓ માં વાત છે એટલા માટે કરવામાં આવે છે જેથી કેદી નું ધ્યાન ન ભટકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *