રણવીર સિંહ નામનો વ્યક્તિ મધ્યપ્રદેશના મુરાઈના સ્થિત પોતાના ઘરે જવા માટે પગપાળા જ રવાના થઇ ગયો. 200 કિલોમીટર પગપાળા ચાલ્યા બાદ દિલ્હી આગ્રા હાઇવે પર તેનું મૃત્યુ થઈ ગયું. ત્યાંથી તેનું ઘર 100 કિલોમીટર દૂર હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેની સાથે હાજર બે અન્ય લોકોએ જણાવ્યું કે રોડ પર બેભાન થવા પહેલા રણવીરના છાતીના ભાગમાં દુખાવો થવા લાગ્યો અને થોડીવાર બાદ તે પડી ગયો. હાલ રણબીરનું શબ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે અને તમામ ફોર્માલિટી બાદ લાશ પરિવારને સોંપવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રણવીર સાઉથ દિલ્હીમાં એક રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. Lockdown થયા બાદ તમામ દુકાનોને બંધ કરી દેવામાં આવી હતી જોકે રેસ્ટોરન્ટ ખોરાકની હોમ ડીલેવરી કરતો હતો એટલા માટે તેને ખુલ્લું રાખવાની પરવાનગી આપવામાં આવી હતી.પરંતુ lockdown ના શરૂઆતી દિવસોમાં પોલીસે તે રેસ્ટોરન્ટને પણ બંધ કરાવી દીધું જેનાથી રણવીર પોતાના ઘરે જવા માટે મજબૂર થઈ ગયો.
https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/