માસ્ક ન પહેર્યું તો ગયા સમજો- હાઈકોર્ટે સરકારને કહ્યું આટલા હજારનો દંડ કરો

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઓછું કરવા માટે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યમાં…

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઓછું કરવા માટે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યમાં સૌથી વધારે કોરાના પોઝિટિવ કેસોની સંખ્યા અમદાવાદમાં છે પરંતુ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ કાબૂમાં છે. અમદાવાદ બાદ સુરતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને સુરત બાદ હવે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ અને અમરેલીમાં કોરોના પોઝિટિવ કેસો સતત વધી રહ્યા છે. બુધવારના રોજ રાજ્યમાં નવા 1,020 કેસો નોંધાયા હતા. હાલ રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 65,704 છે. જયારે અત્યાર સુધીમાં રાજ્યમાં 2,534 લોકોના મોત થઈ ચૂક્યા છે.

કોરોના વાઈરસ ઉપર કાબૂ મેળવવા માટે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા દરેક લોકોને ફરજીયાત માસ્ક પહેરવાની સૂચના આપવામાં આવે છે અને જે લોકો માસ્ક નથી પહેરતા તે લોકોની પાસેથી 500 રૂપિયાના દંડની વસુલાત કરવામાં આવે છે. જો કે, પહેલા 200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવતો હતો પરંતુ હાલ લોકો પાસેથી 500 રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી રહી છે.

ઘણા લોકો 500 રૂપિયાની દંડ આપીને છૂટી જતાં હોય છે. દંડની રકમમાં વધારો થયા પછી પણ કેટલાક લોકો માસ્ક પહેરતા નથી ત્યારે ગુજરાત હાઇકોર્ટે આ બાબતે સરકારને એક મહત્ત્વનો આદેશ કરતા કહ્યું છે કે, અમને એવું લાગી રહ્યું છે કે, 200 કે 500 રૂપિયાનો દંડ લોકોને બહુ નહીં નડે નિયમ તોડનારાઓ માટે આ સામાન્ય રકમ રકમ છે. સરકાર અને કોર્પોરેશને માસ્ક ન પહેરનારને પહેલીવાર 1000 રૂપિયાનો અને ત્યારબાદ 5000 રૂપિયા સુધીનો દંડ કરવો જોઈએ. માસ્ક ન પહેરવાની ભૂલ પર દંડની રકમ વધવી જોઈએ.

હાલમાં ગુજરાત રાજ્યમાં માસ્ક ન પહેરવા અને રસ્તા પર થૂંકવા બદલ લોકોને 500 રૂપિયાનો દંડ કરવામાં આવે છે. તો બીજી તરફ ઝારખંડમાં 1 લાખ રૂપિયાનો દંડ, કેરલમાં 2,000થી 10,000 સુધીનો દંડ, દિલ્હીમાં 500થી 1,000 રૂપિયા સુધીનો દંડ અને મહારાષ્ટ્રમાં 500થી 1,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *