આવતી કાલથી ધોરણ 12 સાયન્સની માર્કશીટ અને અન્ય કાગળો- પણ ધ્યાનમાં રાખવી પડશે આ વાત

રાજ્યમાં લેવાયેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષાના પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. હવે આવતીકાલથી આ પરિણામોની માર્કશીટને…

રાજ્યમાં લેવાયેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષાના પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. હવે આવતીકાલથી આ પરિણામોની માર્કશીટને ડિસ્ટ્રીબ્યુટ કરવાની કવાયત બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુરૂવારથી ધોરણ 12 સાયન્સની માર્કશીટ સહિત તમામ પ્રમાણપત્રોનું વિતરણ કરાશે. વિદ્યાર્થીઓ પોતાની શાળામાંથી માર્કશીટ, ટ્રાયલ સર્ટિફિકેટ અને શાળા છોડયાનું પ્રમાણપત્ર એટલે કે એલસી મેળવી શકશે.

આવતીકાલે તમામ ચીજોનું વિતરણ કરવા શિક્ષણ વિભાગના દિશાનિર્દેશો મુજબ શાળાઓએ તૈયારીઓ કરી. સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન થાય, વિદ્યાર્થીઓ ફરજીયાત માસ્ક પહેરે અને શાળા પર સેનેટાઇઝરની વ્યવસ્થા કરવા તમામ શાળાઓને શિક્ષણ વિભાગે આપી છે કડક સૂચના . માર્કશીટ આપવા માટે 10 – 10 ના ગ્રુપમાં વિદ્યાર્થીઓને બોલાવવા માટે સ્કૂલોને આદેશ આપવામાં આવ્યો છે.

વિદ્યાર્થી પોતાના ડિસ્ટ્રીક્ટમા પણ પરિક્ષા આપી શકશે પરિક્ષા કેન્દ્ર પર સરકારી ગાઇડલાઇનનુ પાલન કરવુ ફરજીયાત રહેશે. માસ્ક વગર વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ નહીં અપાય. દરમિયાન પરિક્ષા ખંડની અને કેન્દ્રની બહાર અને અંદર સેનેટાઇઝર ફરજિયાત પણે રાખવાનું રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *