કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. જેને લીધે ઘણા કોરોનાગ્રસ્ત દર્દીઓ મોતને ભેટ્યા છે. જયારે બીજી લહેરે લોકોને હોસ્પીટલમાં બેડ મેળવવા અને ઓક્સીજન મેળવવા આમથી તેમ દોડતા કરી દીધા છે. ત્યારે સરકારે કોરોના સામે લડવા માટે હથિયાર સ્વરૂપે વેક્સિન મુકાવવાની સલાહ આપી છે. જયારે લોકોમાં રસી પ્રત્યે ખુબ જાગૃતિ આવી હોય તેવું લાગી રહ્યું છે. કારણે કે ઠેર ઠેર લોકોની રસી લેવા માટેની લાઈન જોવા મળી રહી છે.
લોકોમાં જાગૃતિ જોવા મળી રહી છે જેમને કારણે મોટા શહેરમાં થતું ડ્રાઈવ થ્રુ વેક્સીનેશનના કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં લોકો વેસ્કીન મુકાવવા આવે છે જેને લીધે કાર્યક્રમોને સફળતા મળી રહી છે અને લોકો પોતાની ગાડી લઈને લાંબી કતારમાં વેક્સિન માટે ઉભા રહે છે.
કોરોના સામે લડવાનું એક હથિયાર વેક્સિન ગણવામાં આવે છે ત્યારે સરકાર વેક્સીન મુકાવવાની લોકોને અપીલ કરી રહી છે પરંતુ વેક્સિન જ ન મળતી હોય તો લોકો કેવી રીતે રસી મુકવી શકે એ એક પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે લોકોના ફોનમાં વેક્સિન મુકાવવાની કોલર ટયુન સંભળાય છે. જેના કારણે દિલ્લી હાઇકોર્ટે સરકારને ફટકાર લગાવતા કહ્યું છે કે લોકોને વેક્સિન મળતી નથી તો પછી આ બાબત હેરાનગતી કરનારી ગણાય.
દેશમાં રસી નથી તો પછી વેકસીનની ટયુન સંભળાવવાનો શું મતલબ?
દિલ્લી હાઇકોર્ટે જણાવતા કહ્યું છે કે આ વેકસીનની ટયુન કેટલા દિવસથી વાગી રહી છે તેમની અમને કોઈ જાણ નથી. સાથે હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે આપની પાસે પૂરતા પ્રમાણમાં વેક્સીનનો જથ્થો તો છે નહી. તમે લોકોનું રસીકરણ કરી શકવા સક્ષમ નથી, તેમ છતાં પણ તમે દેશના લોકોને વેક્સિન મુકાવવાની સુચના આપી રહ્યા છો. વેક્સિન તો પૂરતા પ્રમાણમાં છે નહી તો લોકો વેક્સિન લગાવશે કેવી રીતે ? દેશમાં વેક્સિન જ નથી તો પછી આવા સમયે લોકોને વેક્સિન મુદ્દે મેસેજ આપવાનો શું મતલબ છે.
પરિસ્થિતિ પ્રમાણે ટયુન બદલવામાં આવે:
દિલ્લી હાઇકોર્ટે જણાવતા કહ્યું છે કે, સરકારે હમેંશા એક મેસેજ આપવાને બદલે પરિસ્થિતિ અનુસાર લોકોને અલગ અલગ મેસેજ આપવા જોઈએ. રાજ્ય અને કેન્દ્રની સરકારે આ બાબત પર થોડું વિચારવું જોઈએ. પરિસ્થિતિ મુજબ અલગ્લ અલગ ટયુન તૈયાર કરો. લોકો જયારે અલગ અલગ સંદેશ સાંભળશે, તો તેમની મદદ પણ થઈ શકશે.
લોકપ્રિય લોકોની મદદ લઈને લોકોમાં જાગૃતિ લાવી શકાય:
દિલ્લી હાઇકોર્ટે જણાવતા કહ્યું કે, ટીવી એન્કરો, અભિનેતાઓ, નિર્માતાઓ વગેરે પાસેથી ઓક્સીજન સીલીન્ડર, બેડ અને વેક્સીનેશન માટે લોકોમાં જાગૃતિ ફેલાવી શકે તેવા કાર્યક્રમો શરૂ કરી શકાય. લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે લોકપ્રિય લોકોની મદદ લઇ શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.