અહિયાં 809 રૂપિયાનો ગેસ સીલીન્ડર ફક્ત 9 રૂપિયામાં મળી રહ્યો છે, જાણો કેવી રીતે મળશે લાભ?

હાલમાં જયારે પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવોએ લોકોને હેરાન-પરેશાન કરી મૂક્યાં છે ત્યાંરે Paytm LPG ગ્રાહકો માટે એક મોટા રાહતના સમાચારા સામે આવ્યાં છે.…

હાલમાં જયારે પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવોએ લોકોને હેરાન-પરેશાન કરી મૂક્યાં છે ત્યાંરે Paytm LPG ગ્રાહકો માટે એક મોટા રાહતના સમાચારા સામે આવ્યાં છે. જાણવા મળ્યું છે કે, પેટીએમ યુઝર્સ LPG સિલિન્ડર પર એક બે નહીં પરંતુ 800 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.

Paytmની આ ઓફર અંતર્ગત ગ્રાહક 809 રૂપિયાની કિંમતવાળા સિલિન્ડરને માત્ર 9 રૂપિયામાં પ્રાપ્ત કરી શકે છે. Paytm એ તાજેતરમાં જ આ કેશબેક ઓફરની શરૂઆત કરી છે કે, જેમાં ગ્રાહક એક ગેસ સિલિન્ડરને બુક કરવા પર 800 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકે છે. જણાવી દઈએ કે, તમે આ પેટીએમ ઑફરનો લાભ 31 મે, 2021 સુધી લઇ શકો છો.

જાણો શું છે સંપૂર્ણ ઓફર?
આ ઓફરનો લાભ એવાં ગ્રાહકો લઇ શકે છે કે, જે પ્રથમ વાર પેટીએમથી LPG સિલિન્ડર બુક કરી રહ્યાં છે. આ ઓફર અંતર્ગત ગ્રાહકોને એક સ્ક્રેચ કાર્ડ આપવામાં આવશે જેની કેશબેક વેલ્યુ 800 રૂપિયાની હશે. આ ઓફર ઓટોમેટિકલી પહેલા LPG સિલિન્ડરના બુકિંગ પર એપ્લાય થઇ જશે. આ ઉપરાંત જણાવી દઈએ કે, આ ઓફરનો લાભ ઓછામાં ઓછાં 500 રૂપિયાના પેમેન્ટ પર મળશે.

કેશબેક માટે ગ્રાહકે સ્ક્રેચ કાર્ડને ઓપન કરવાનું રહેશે કે જે તમને બિલ પેમેન્ટ બાદ મળશે. આ કેશબેક એમાઉન્ટ 10 રૂપિયાથી માંડીને 800 રૂપિયા સુધીનું હોઇ શકે છે. તમારે આ સ્ક્રેચ કાર્ડ 7 દિવસની અંદર જ ઓપન કરવાનું રહેશે. ત્યારબાદ તમે તે સ્ક્રેચકાર્ડનો ઉપયોગ કરી શકશો નહિ.

ઓફર માટે એપ્લાય કરો પ્રોમો કોડ
જો તમે આ ઓફરનો લાભ લેવા ઇચ્છો છો તો તમે Paytm એપ્લિકેશન ડાઉનલોડ કરો. ત્યારબાદ તમારે ગેસ એજન્સી દ્વારા સિલિન્ડર બુક કરાવવાનો રહેશે. એ માટે Paytm એપમાં Show More પર જાઓ અને બિલ પે કરવા માટે રિચાર્જ પર ક્લિક કરો. ત્યારબાદ તમને સિલિન્ડર બુક કરવાનો વિકલ્પ મળશે અને પછી ગેસ પ્રોવાઇડરને સિલેક્ટ કરો. બુકિંગ પહેલાં તમારે FIRSTLPG પ્રોમો કોડ એપ્લાય કરવાનો રહેશે. બાદમાં 24 કલાકની અંદર જ તમને કેશબેક સ્ક્રેચ કાર્ડ મળશે કે જેને 7 દિવસની અંદર જ ઉપયોગ કરવાનું રહેશે.

વર્તમાન સમયમાં સિલિન્ડરની કિંમત છે આટલાં રૂપિયા
જાણવા મળ્યું છે કે, હાલમાં દિલ્હીમાં 14.2 કિ.ગ્રાવાળી ગેર-સબસિડી LPG સિલિન્ડર માટે ગ્રાહકોને 809 રૂપિયા આપવાના હોય છે. જ્યારે કોલકાતામાં તેની કિંમત 835.50 રૂપિયા છે, મુંબઇમાં 809 રૂપિયા અને ચેન્નઇમાં તે 825 રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *