જટા, ત્રિપુંડ, ભગવા, ત્રિશૂળ અને મહાદેવનો ઉદઘોષ: વૈદિક કાળથી જોડાયેલો છે કુંભના આ અખાડાઓનો ઇતિહાસ

Mahakumbh Mela 2025: માથા પર જટા, મસ્તક પર ત્રિપુંડ, ભગવા વસ્ત્રો, હાથમાં ચીપિયો અથવા ત્રિશૂળ અને હર હર મહાદેવનો નાદ. મહાકુંભ 2025ના આ વિશાળ આયોજન તરફ નજર નાખીએ તો પ્રયાગરાજમાં સંગમ તરફ આવતા જતા રસ્તામાં આ નજારો હવે સામાન્ય (Mahakumbh Mela 2025) થઈ ચૂક્યો છે. સાધુ વેશ ધારી, વાઘચર્મ લપેટીને અને ડમરું વગેરે વગાડતા ગંગાતટ તરફ સાધુઓના ટોળેટોળા જઈ રહ્યા છે. એકબીજાને મળે છે અને બંને હાથ ઉપર ઉઠાવીને જોરથી કહે છે અલખ નિરંજન અને પછી આગળ વધે છે. લાંબી ઘાટી દાઢી, ચહેરા પર ચમક અને ઊંચા કદ કાઠી વાળા આ લોકો સામાન્ય નથી. આ તમામ લોકો ઓછામાં ઓછા 8000 વર્ષ જૂની ભારતીય સભ્યતાની નિશાની છે. આ તમામ સાધુઓ સાધુ પરંપરાને આગળ વધારનારા છે. સંસ્કૃતિના રક્ષક છે અને વૈદિક વિરાસતને આગલી પેઢી સુધી પહોંચાડનારા સંદેશવાહક પણ છે.

વૈદિક સભ્યતા સાથે જોડાયેલો છે અખાડાઓનો ઇતિહાસ
આ સાધુઓને જોતા જ એક પ્રશ્ન આવે છે કે તેઓ કયા અખાડામાંથી છે? આ સવાલ મહાકુંભ જેવા વિશાળ આયોજનની સાર્થકતા છે. કોઈ સાધુનો અખાડો જાણ્યા પહેલા તે જાણવું જરૂરી છે કે અખાડો શું હોય છે? તેનો ઇતિહાસ શું છે? અને તે સનાતન સંસ્કૃતિનો ભાગ કઈ રીતે છે?

શું આશ્રમ વ્યવસ્થા સમયે થયો હતો અખાડાઓનો આરંભ?
અખાડાઓના નિર્માણના મૂળ વૈદિક યુગ સાથે જોડાયેલા છે. વેદ ક્યારે લખાયા તેને લઈને માન્યતા છે કે તેને સતયુગના આરંભમાં લખવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઘણા વિધવાનો લગભગ 7000 વર્ષ પહેલા લખાયા હોવાનું માને છે. આ તે સમય છે જ્યારે ઋગ્વેદ લખવામાં આવ્યો હતો. કેટલાક ઇતિહાસકારો તેનો સમય 1500 થી 1000 વર્ષ પહેલાનો પણ જણાવે છે. જોકે તે કાયમ ચર્ચાનો વિષય છે. તેમ છતાં ભાગ ભારતીય પૌરાણિક તથામાં આશ્રમ વ્યવસ્થાનો ઉલ્લેખ છે. શક્ય છે કે તે આશ્રમ વ્યવસ્થા આગળ જઈને અખાડામાં પરિવર્તિત થઈ ગઈ હશે.

ભગવાન પરશુરામ એ બનાવી હતી બ્રાહ્મણ યોદ્ધાઓની સેના
તેનુ સૌથી મોટું ઉદાહરણ વૈદિક સમયમાં મળે છે. ભગવાન વિષ્ણુના સાતમાં અવતાર તરીકે ઓળખાતા મહર્ષિ પરશુરામ એક બ્રાહ્મણ યોદ્ધા તરીકે પણ પ્રખ્યાત છે. તેમણે બ્રાહ્મણોને શાસ્ત્રની સાથે સાથે જ શસ્ત્ર વિદ્યામાં પણ પારંગત કર્યા હતા. અને તેની સેના પણ બનાવી હતી. આના પહેલા સુધી ઋષિ મહર્ષિ ફક્ત ક્ષત્રિય યોદ્ધાઓને જ શસ્ત્ર વિદ્યા શીખવાડતા હતા. તેનું એક જ ઉદ્દેશ હતું કે ક્ષત્રીયોને સમાજના રક્ષક માનવામાં આવે છે, પરંતુ ભગવાન પરશુરામના સમયમાં ક્ષત્રિયો અને રાજાઓમાં ખૂબ ભેદભાવ થઈ ગયો હતો. આ રાજાઓ અભિમાની હતા અને સામાન્ય લોકો તેમજ ઋષિમુનિઓ પર અત્યાચાર પણ કરતા હતા.

ધરતીને 21 વખત સક્રિય વિહીન કરવાનું ઉદાહરણ
ભગવાન પરશુરામ દ્વારા ધરતીને 21 વાર ક્ષત્રિય વીહીન કરનાર પ્રસંગની વાત આનું સૌથી મોટું ઉદાહરણ તેમને સહસ્ત્રાર્જુન સાથેના યુદ્ધમાં તેનો વધ કરી ઋષિ સમાજને તેના અત્યાચારોથી મુક્તિ અપાવી હતી. આ પ્રકારે અખાડાઓ સાથે વૈદિક યુગમાં તેનું જોડાણ જોઈ શકાય છે. ઋગ્વેદ અને અન્ય વૈદિક ગ્રંથોમાં આવા સમાજનો ઉલ્લેખ છે જે ધર્મ અને અધ્યાત્માના પ્રસારમાં જોડાયેલા છે. તે સમયે ગુરુકુળ પ્રણાલીથી શિક્ષણ આપવામાં આવતું હતું. ઉત્તર વૈદિક કાળ સુધી આ પ્રમાણે આશ્રમ પરંપરા ખૂબ લાંબી ચાલી, જેમાં શસ્ત્ર સાથે શાસ્ત્રની શિક્ષા પણ આપવામાં આવી હતી.

શરૂઆતમાં બન્યા હતા માત્ર ચાર અખાડા
શરૂઆતમાં માત્ર ચાર અખાડા જ બન્યા હતા, પરંતુ હાલમાં તેની સંખ્યા 14 છે. જુના અખાડા, નિરંજની અખાડા, મહાન નિર્વાણી અખાડા જૂના માનવામાં આવે છે. 2019 માં જ્યારે પ્રયાગરાજમાં કુંભનું આયોજન થયું હતું તો કિન્નર અખાડાને અધિકારીક રીતે સામેલ કર્યા બાદ અખાડાઓની સંખ્યા 14 થઈ ગઈ હતી. તેમાં પહેલા આઠમી સદીમાં બન્યા અને પછી 14 ની સદી સુધી અત્યાર સુધી પરંપરામાં ચાલ્યા આવી રહેલા 13 અખાડા મુખ્ય હતા.

મુગલકાળમાં હરિદ્વાર અને પ્રયાગરાજમાં કુંભમેળામાં અખાડાઓ એ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. તેનો ઉલ્લેખ ઘણા પુસ્તકોમાં મળે છે. આધુનિક કાળમાં અખાડા ધાર્મિક આયોજનો, વિશેષ કરીને કુંભમેળામાં એક પ્રમુખ ભૂમિકા ભજવે છે અને સમાજ, ધર્મ, યોગ અને સનાતનના પ્રચાર પ્રસારમાં યોગદાન આપે છે.

ભારતીય સંસ્કૃતિ અને સનાતન પદ્ધતિમાં અખાડા રાષ્ટ્રરક્ષા અને ધર્મ રક્ષા માટે તત્પર રહે છે. આ પ્રકારના સંકટમાં રાષ્ટ્ર અને ધર્મ બંનેની રક્ષા માટે અખાડાઓના સાધુ પોતાની અસ્ત્ર-શસ્ત્ર વિદ્યાનો ઉપયોગ કરે છે. એટલા માટે અખાડાના અંતર્ગત પહેલવાનો માટે એક અલગ મેદાન હોય છે. જેમાં તમામ અખાડાના સભ્યો શરીરને ચુસ્ત રાખવા અને સંકટ સમયે સુરક્ષાની દ્રષ્ટિએ પોતાની જાતને તૈયાર કરવા માટે દાવ-પેચનો અભ્યાસ કરે છે.

હાલમાં રહેલા અખાડાઓ
પરંપરા અનુસાર શૈવ, વૈષ્ણવ અને ઉદાસીન પંથના સન્યાસીઓના માન્યતા પ્રાપ્ત થયેલ કુલ 13 અખાડા છે

શિવ સંન્યાસી સંપ્રદાયના સાત અખાડા
શ્રી પંચાયતી અખાડા મહાન નિર્વાણી-ધારાગંજ, પ્રયાગ
શ્રીપંચ અટલ અખાડા-ચૈક હનુમાન, વારાણસી
શ્રી પંચાયતી અખાડા નિરંજની-દારા ગંજ, પ્રયાગ
શ્રી તપોનિધિ આનંદ અખાડા પંચાયતી-ત્રંબકેશ્વર, નાસિક
શ્રી પંચોદશનામ જુના અખાડા-બાબા હનુમાન ઘાટ, વારાણસી
શ્રી પંચોદશનામ આવાહન અખાડા-દશાંશવ મેઘ ઘાટ, વારાણસી
શ્રી પંચોદશનામ પંચ અગ્નિ અખાડા-ગીરીનગર, ભવનાથ, જુનાગઢ

વૈરાગી વૈષ્ણવ સંપ્રદાયના ત્રણ અખાડા
શ્રી દિગંબર આની અખાડા-શામળાજી ચોક મંદિર, સાબરકાંઠા
શ્રી નિર્વાણી આની અખાડા-હનુમાન ગઢી, અયોધ્યા
શ્રી પંચનીર્મોહી અની અખાડા-ધીર સમીર મંદિર બંસીવટ, વૃંદાવન, મથુરા

ઉદાસીન સંપ્રદાયના ત્રણ અખાડા
શ્રી પંચાયતી બડા ઉદાસીન અખાડા-કૃષ્ણનગર, કીટગંજ, પ્રયાગ
શ્રી પંચાયતી અખાડા નયા ઉદાસીન-કનખલ, હરિદ્વાર
શ્રી નિર્મળ પંચાયતી અખાડા-કનખલ, હરિદ્વાર

આ ઉપરાંત કિન્નર અખાડાને પણ હવે સાધુ સમાજ એ અધિકારીક રીતે માન્યતા આપી દીધી છે. તેથી હવે અખાડાઓની અધિકારિક સંખ્યા 14 થઈ ચૂકી છે.