પહેલીવાર માતમ, ખુશીમાં બદલાયો… ડોકટરે મૃત જાહેર કરેલી બાળકી ઘરે આવીને શ્વાસ લેવા લાગી… જુઓ વિડીયો

હાલમાં જ એક ચોંકાવી દે તે પ્રકારની ઘટના સામે આવી છે. જેમાં હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. જો વાત કરવામાં આવે તો રાજધાની દિલ્હી(Delhi)ની મોટી હોસ્પિટલ લોક નાયક જય પ્રકાશ(LNJP) હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. હોસ્પિટલ પર આરોપ છે કે તેણે રવિવારે સાંજે લગભગ 6 વાગ્યે જન્મેલી બાળકીને મૃત જાહેર કરી અને તેને ઘરે મોકલી દીધી. પરંતુ સંબંધીઓએ ઘરે જઈને જોયું તો બાળકી જીવિત હતી.

મહત્વનું છે કે, બાળકીને એક બોક્સમાં રાખવામાં આવી હતી, ત્યારબાદ યુવતીના સંબંધીઓ તેને હોસ્પિટલ લઈ ગયા અને ડોક્ટરોએ તેને જોવાની ના પાડી. જે બાદ હોસ્પિટલ સ્ટાફ અને સંબંધીઓ વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. આ પછી, સેન્ટ્રલ ડીસીપી સંજય સૈનને આ વિશેની માહિતી મળી, તેમણે કોઈ પણ સમય બગાડ્યા વિના બાળકીનો જીવ બચાવવા હોસ્પિટલના ટોચના ડૉક્ટરોનો સંપર્ક કર્યો. હાલ તો બાળકીનો જીવ બચી ગયો છે. પોલીસની મદદથી તેની સઘન સારવાર ચાલી રહી છે.

પોલીસના સહયોગથી સારવાર કરાઈ શરુ:
આ મામલામાં દિલ્હી પોલીસ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટનું કહેવું છે કે, રવિવારે તેમની પાસે 5 કલાકની પ્રિમેચ્યોર બાળકીનો મામલો આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે પરિવાર અને હોસ્પિટલ વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. આ પછી ડીસીપી સેન્ટ્રલે તાત્કાલિક સ્થાનિક સ્ટાફને મામલો ઉકેલવા કહ્યું અને ત્યાર બાદ 5 કલાકની બાળકીને સારવાર આપવામાં આવી. પરિવારનો આરોપ છે કે, બાળકીના મૃત્યુના સમાચાર સાંભળીને તેઓએ કફનની વ્યવસ્થા કરી હતી, પરંતુ બાળકીને જીવતી જોઈને તેઓ પાછા હોસ્પિટલ દોડી ગયા હતા, પરંતુ હોસ્પિટલે તેની સારવાર કરવાને બદલે તેને જોવાની પણ ના પાડી દીધી હતી.

સાત મહિનામાં જ થયો બાળકીનો જન્મ:
વાસ્તવમાં હોસ્પિટલમાં દાખલ દર્દીનું નામ રૂખસાર છે. રવિવારે સાંજે સાડા પાંચથી છ વાગ્યાની આસપાસ મહિલાને બાળકીનો જન્મ થયો હતો. મહિલાની ગર્ભાવસ્થાના સાતમા મહિનામાં બાળકીનો જન્મ થયો હતો. પરિવારના જણાવ્યા અનુસાર બાળકીની હાલત હજુ સારી નથી, તેને વેન્ટિલેટરની જરૂર છે પરંતુ હજુ સુધી તેને વેન્ટિલેટર આપવામાં આવ્યું નથી. બાળક ગઈકાલે હતી તેવી જ સ્થિતિમાં છે. પરિજનોએ હોસ્પિટલ પ્રશાસન પર આરોપ લગાવ્યો કે ત્યાંનો સ્ટાફ તેમની મદદ કરી રહ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *