રાજકોટમાં પતિએ બેડરૂમમાં મૂકી દીધા CCTV: કેમેરા ચેક કર્યા તો પત્ની તેના જ મિત્રો સાથે એવી હાલતમાં હતી કે…

રાજકોટ(ગુજરાત): બી ડિવિઝન પોલીસમાં રાજકોટની જલજીત સોસાયટીમાં રહેતા પટેલ ઇન્ફોટેકના નામથી સીસીટીવી અને કમ્પ્યૂટર રિપેરિંગનું કામકાજ કરતા સંદીપ ભગવાનજીભાઇ ભાખર નામના યુવાને તેના જ 2 મિત્ર હિરેન વિનુ વઘાસિયા અને અરવિંદ લાલજી વઘાસિયા વિરુધ ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી અનુસાર,  પેડક રોડ પર રહેતી પૂનમ નામની યુવતી સાથે યુવકને પ્રેમસંબંધ હતો. બંનેએ 2019માં પ્રેમલગ્ન કર્યા છે. લગ્ન પછી પત્ની પૂનમ આખો દિવસ મોબાઇલનો ઉપયોગ કરતી હતી. તેથી તેને મોબાઇલનો આટલો બધો ઉપયોગ ન કરવાનું પતિએ કહેતા આ મુદ્દે બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. આ ઉપરાંત મારા ગામની બાજુના ગામમાં રહેતા મિત્રો હિરેન અને અરવિંદ અવારનવાર ઘરે આવતા જતા હતા. બંને મિત્રો સાથે પત્ની સાથે આડાસંબંધ હોવાની શંકા ઉપજી હતી. પતિ પોતે સીસીટીવીનું કામ કરતો હતો. તેથી પત્નીને ખબર ન પડે તેમ ઘરમાં હિડન કેમેરા ગોઠવી દીધા હતા. પોતે ઘરેથી નીકળ્યા પછી બંને મિત્રો અવારનવાર ઘરે આવતા કેમેરામાં જોવા મળ્યા હતા. તેમજ એક ફૂટેજમાં અરવિંદ અને પત્ની પૂનમ બીભત્સ વર્તન કરતા જોવા મળી રહ્યા હતા. ત્યારે પતિની શંકા સાચી સાબિત થઇ હતી.

પ્રેમિકાને પત્ની બનાવ્યા પછી તેના કરતૂતનો પર્દાફાશ થયો હતો. તા.24-3ના રોજ યુવાનને બીજો આંચકો લાગ્યો હતો. તે દરરોજ સવારે સાડા આઠ વાગ્યે ટિફિન લઇને દુકાને જાય ત્યારે પત્ની પૂનમ દરરોજ ટિફિન મોડું આપી ઝઘડો કરતી રહેતી હતી, પરંતુ તા.24નાં રોજ પત્નીનું વર્તન સાવ બદલાઇ ગયું હતું. કંઇ કહ્યા વગર જ પત્ની પૂનમે પતિને ટિફિન આપતા ફરી તેના પર શંકા ગઇ હતી. જેથી પોતે ઓફિસે જવા ઘરેથી નીકળી થોડે દૂર ઊભો રહી ગયો હતો. પોણો કલાક જેટલો સમય રાહ જોયા પછી પત્ની પૂનમ એક્ટિવા લઇને નીકલી ત્યારે પતિએ તેનો પીછો કર્યો હતો. ત્યારે પૂનમ કુવાડવા રોડ પર આવેલી નોવા હોટેલ અંદર જતી રહી હતી.

​​​​​​​થોડી સમય પછી હોટેલમાં જઇ તપાસ કરતા હોટેલ કર્મચારીએ તે મહિલા રૂમ નં.202માં ગઈ હોવાની જાણ કરી હતી. ત્યારે તે રૂમમાં જઇ તપાસ કરતા પત્ની પૂનમ અને મિત્ર હિરેન કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. મોટો ફજેતો ન થાય તે માટે હોટેલમાં હિરેન સાથે બોલાચાલી કરી પત્ની પૂનમને ત્યાંથી લઇ તેના પિતાના ઘરે મૂકી આવ્યો હતો. આ પછી પતિએ બી ડિવિઝન પોલીસ સ્ટેશના પીએસઆઇ પી.એ.ગોહેલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *