રોડની બાજુમાં રમતા 4 વર્ષના બાળકનું અજાણ્યા વાહનની ટકકરથી મોત- જાણો કયાની છે ઘટના

ભારતમાં અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આવોજ એક દિલદ્રવી ઉઠે તેવો એક અકસ્માત પેટલાદમાંથી સામે આવી રહ્યો છે. પેટલાદના ઈસરામા રોડ ઉપર…

ભારતમાં અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આવોજ એક દિલદ્રવી ઉઠે તેવો એક અકસ્માત પેટલાદમાંથી સામે આવી રહ્યો છે. પેટલાદના ઈસરામા રોડ ઉપર આશાપુરા રેસીડેન્સી પાસે ગઈ રાત્રે સવા આઠ વાગ્યે ઝડપે જતાં અજાણ્યા વાહનની ટક્કરે 4 વર્ષના બાળકનું મોત થયું છે. આ ઘટના અંગે પેટલાદ ટાઉન પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, પેટલાદ શહેરના આશાપુરા રોડ પાસે રહેતાં રમેશભાઈ વાઘરીનો ચાર વર્ષના પુત્ર સાહીલ ગઈ રાત્રે સવા આઠ વાગ્યાના આસપાસ પોતાના ઘર પાસે રમી રહ્યો હતો. ત્યારે વધુ ગતિએ જતી કારના ચાલકે સાહીલને ટક્કર મારીને અકસ્માત સર્જ્યો હતો. આ ઘટના બાદ કાર ચાલક કાર લઈને ફરાર થઇ ગયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે સાહિલનું ઘરના સ્થળે જ મોત નીપજ્યું હતું.

આ બનાવ ની જાણ થતા બધા લોકો દોડી આવ્યા હતા. આ ઘટના અંગે પેટલાદ ટાઉન પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતક બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ બનાવ અંગે રમેશભાઈ રાવજીભાઈ વાઘરીની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

શનિવાર સવારે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ તેઓના પરિવારજનોને સોપવામાં આવ્યો હતો. જેની તપાસ પોસઈ ડી.એચ.મકવાણા કરી રહ્યા છે. પોલીસે હાલ તો સીસીટીવી ફુટેજના આધારે વાહનચાલકને પકડવા માટે ઇસરામા માર્ગ પર આવેલી દુકાનોના ફુટેજ ચેક કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *