રાજસ્થાન(Rajasthan): આપઘાતની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં સાત મહિનાની પ્રેગ્નન્ટ મહિલાએ પ્રેમી સાથે કૂવામાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. મરતાં પહેલાં યુવકે સોશિયલ મીડિયા (Social media)માં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘ચલતે હૈ રામજી કે પાસ, દોનો કો એક હી ચિતા પર જલાના.’ બંને વચ્ચે કાકી-ભત્રીજાનો સંબંધ છે.
મળતી માહિતી અનુસાર, 24 વર્ષીય પૂજા રાજસ્થાનની રહેવાસી છે. તેનું પિયર ગોકુલપુરામાં છે. પૂજાનો પતિ સાઉદી અરબમાં કામ કરે છે. તેમજ પૂજાને દોઢ વર્ષની દીકરી છે. અત્યારે હાલ પણ પૂજા સાત મહિનાની પ્રેગ્નન્ટ હતી. જાણવા મળ્યું છે કે, પૂજાનો પ્રેમી એટલે કે સુરેન્દ્ર તેના જેઠનો દીકરો છે.
ખેતરમાં બનેલા કૂવામાં કૂદ્યા:
આ ઘટના સવારે ચાર વાગે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બંનેની લાશ ખેડૂત શિવનાથના ખેતરમાં બનેલા કૂવામાંથી મળી આવી હતી. બૂમો સંભળાયા બાદ ખેડૂતો કૂવામાં જોયું તો ઘટનાની જાણ થઈ હતી. કૂવાની પાસેથી ચંપલ મળી આવ્યા હતા અને તેના આધારે મૃતકોની ઓળખ કરવામાં આવી હતી. પોલીસે લોરિંગ મશીનથી લાશો બહાર કાઢીને હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી.
પોસ્ટમોર્ટમ કરીને ગર્ભવતીના પેટમાંથી બાળકી કાઢવામાં આવી:
પૂજાને પ્રેગ્નન્સીનો સાતમો મહિનો જતો હોવાથી પોસ્ટમોર્ટમ દરમિયાન ડૉક્ટર્સે પૂજાના પેટમાંથી સાત મહિનાની બાળકીની ડેડબોડી કાઢી હતી. પૂજા તેમજ સુરેન્દ્ર વચ્ચે છેલ્લાં આઠ મહિનાથી અફેર હતું. ત્યારે આ અંગે પડોશીઓએ કહ્યું હતું કે પૂજાની માતાએ દીકરીને આ અંગે ઠપકો આપ્યો હતો કે આ ઠીક નથી. તે સુરેન્દ્રનો સાથ છોડી દે. જોકે, પૂજાએ 10-15 દિવસ પહેલાં કહ્યું હતું કે તે સુરેન્દ્ર સાથે જ રહેવા ઈચ્છે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.