હાલમાં એક જાણકારી સામે આવી રહી છે. જેને સાંભળતા આપને ખુબ આશ્વર્ય થશે. પુણે શહેરમાં આવેલ ફરગ્યુસન કોલેજ રોડ પર 22 વર્ષનો એક એન્જિનિયરિંગનો વિદ્યાથી એક પ્લેકાર્ડ લઈને ઊભો રહે છે. જેના પર લખવામાં આવ્યું હોય છે, ‘તમે મને તમારી સ્ટોરી જણાવો, હું તમને 10 રૂપિયા આપીશ.’
આને જોઈ ત્યાંથી પસાર થતા લોકોની નજર થોડા સમય માટે ત્યાં રોકાઈ જાય છે તેમજ ચાલીને જતા લોકોની સ્પીડ આપમેળે જ ઘટી જાય છે. જ્યારે લોકો તેની પાસે જાય છે, ત્યારે તેને આખી વાત સમજાય છે. પ્લેકાર્ડ લઈને ઊભો રહેતો શખ્સનું નામ રાજ ડાગવાર છે.
પુણેમાં આવેલ PICT કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગના ફાઈનલ યરના વિદ્યાર્થી છે. મૂળરૂપે નાગપુરના રાજની ફેમિલી દુબઈમાં રહે છે તેઓ અહીં રહીને પોતાનો અભ્યાસ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકોને આ પહેલ ખુબ જ પસંદ પડી રહી છે.
રાજ જણાવે છે કે, આપણી આસપાસ એવા કેટલાંક લોકો હોય છે કે, જેઓ એકલા પડી ગયા છે. ઘરમાં રહીને તેઓ પોતાની વાત કોઈ પોતાના હોય તેવા લોકોઈ સાથે શેર કરી શકતા નથી તેમજ અંદરોઅંદર જ શોષાયા કરે છે. લોકડાઉન દરમિયાયાન પરિસ્થિતિ વધુ કફોડી બની ગઈ છે. કેટલાંક લોકો એકલતાને લીધે ડિપ્રેશનમાં ચાલ્યા ગયા છે.
ઈન્સ્ટાગ્રામ પર આવી જ એક પોસ્ટ જોઈને પુણેમાં શરૂઆત કરનાર રાજ જણાવતાં કહે છે કે, 4 ડિસેમ્બરે જ્યારે હું ઈન્સ્ટાગ્રામ પર સ્ક્રોલ કરી રહ્યો હતો, ત્યારે મેં એક પેજ પર એક પોસ્ટ જોઈ હતી. જ્યાં લખ્યું હતું કે, ટેલ મી યોર સ્ટોરી, એન્ડ આઈ વિલ ગિવ યૂ વન ડોલર.’
મને આ કોન્સેપ્ટ ખુબ સારો લાગ્યો તેમજ મેં તેને શેર કરતા નક્કી કર્યું કે, બીજા દિવસથી હું પણ આવું જ કંઈક કરીશ. ત્યારપછી પ્લેકાર્ડ તૈયાર કરીને સાંજે સ્ટ્રીટ પર જઈને ઊભો રહી ગયો. હું સાજે 6 વાગ્યાથી લઈને રાત્રે 10-11 વાગ્યા સુધી ઊભો રહીને લોકોની વાતો સાંભળુ છું.
દરરોજ અંદાજે 20 જેટલા લોકો પોતાની વાત જણાવવા માટે રોકાય છે. કેટલાંક લોકો તે માત્ર એ જાણવા માટે રોકાય છે કે હું આ રીતે કેમ ઊભો છું. કેટલાંક લોકોને લાગે છે કે, હું 10 રૂપિયા માંગી રહ્યો છું અને તે મને પૈસા આપીને જતા રહે છે ત્યારે હું તેમને આરામથી સમજાઉ છું કે હું શું કહેવા માંગુ છું.
રાજ જણાવે છે કે, હાલમાં તો પ્રિપરેશન લીવ ચાલી રહી છે, તેથી દરરોજ 5 કલાક સુધી લોકોની મદદ કરવા માટે હું તેમની વાતો સાંભળુ છું. સમય જતાં હું તેને હર વીકેન્ડ કરીને મારી સાથે અન્ય કેટલાંક લોકો પણ જોડાશે. હું લોકોને એટલું જ કહેવા માંગુ છું કે, આપણી આસપાસ એવાં કેટલાંક લોકો છે કે, જેઓને હકિકતમાં મદદની જરૂર છે.
જો તમને કોઈ એવી કોઈ વ્યક્તિ જોવા મળે કે, જે મેન્ટલ સ્ટ્રેસ કે ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી હોય તો પ્લીઝ તેની સાથે વાત કરો. તમે ફક્ત તમારી લાઈફમાંથી 5 મિનિટ આપો અને જુઓ તમે કઈ રીતે એક શખ્સની લાઈફ બદલી શકો છો. કરીને જુઓ, સારું લાગશે…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle