અહીં જોવા મળે છે વિશ્વનાં સૌથી ખતરનાક પ્રજાતિનાં સાપ -જ્યાંથી કોઈ વ્યક્તિ જીવિત પાછો આવી શકતો નથી

હાલમાં એક એવી જાણકારી સામે આવી રહી છે કે, જેને જાણીને તમને ખુબ આશ્વર્ય થશે. સાહસ, રહસ્ય તથા અનેક અજાયબીથી ભરપુર જગ્યા પર માનવીને બદલે સાપ રાજ કરે છે. આ જગ્યાએ જવું એ જોખમોથી મુક્ત નથી. આ જગ્યા પર એવાં કેટલાંક સાપ છે.

વ્યક્તિ આકસ્મિક રીતે ત્યાં જાય છે તો તે જીવિત પરત આવી શકતો નથી. બ્રાઝિલમાં ‘સાપ આઇલેન્ડ’ તરીકે ઓળખવામાં આવે છે. આ ટાપુનું અસલ નામ ‘ઇલાહા દા કૈમાદા’ છે. જો કે, આ ટાપુ દૂરથી સુંદર લાગે છે. દુનિયાના સૌથી ખતરનાક સાપ આ ટાપુ પર જોવા મળતાં હોય છે.

સાપ આઇલેન્ડમાં પણ વાઇપર પ્રજાતિના સાપ જોવા મળતા હોય છે. આ પ્રજાતિના સાપ પણ ઉડવાની ક્ષમતા ધરાવે છે. એવું માનવામાં આવે છે કે, આ સાપનું ઝેર એટલું ભયંકર હોય છે કે, માનવીનું માંસ પણ ઝેરી થઈ જાય છે. આ ટાપુ પર વિવિધ પ્રજાતિના કુલ 4,000 થી પણ વધારે સાપ રહે છે.

બ્રાઝિલની નૌસેના દ્વારા સામાન્ય માણસોને આ સ્થળ પર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ટાપુ પર માત્ર સાપ સાથે સંકળાયેલ નિષ્ણાતોને સંશોધન માટે જવાની પરવાનગી આપવામાં આવી છે. જો કે, તેઓ માત્ર દરિયાકિનારના વિસ્તારોમાં સંશોધન કરે છે. તેઓ ટાપુની અંદરના ઉંડા વિસ્તારમાં જવાની હિંમત કરતા નથી. સાપને ચોરીથી પકડીને તેને કુલ 20 લાખ રૂપિયા સુધી વેચી દેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *