ગુજરાત વિધાનસભામાં ગૌમાંસના ગોરખધંધાનો મુદ્દો ચર્ચમાં આવ્યો હતો. વાતચીતો દરમિયાન ગૌમાંસ ની હેરાફેરી અંગે સવાલો કરવામાં આવ્યા હતા જેમાં રુપાણી સરકાર ભરવાઈ ગઈ હતી અને કોંગ્રેસ આ મામલે આક્રમક રહી હતી. ગુજરાત રાજ્ય સરકારે 2020ના બજેટમાં ગાય પાળનારા ખેડૂતો માટે ભલે મહિને 900 રૂપિયાની જોગવાઈ કરીને ગૌ પ્રેમ વ્યક્ત કર્યો હોય. પણ આ જ ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં એક લાખ 490 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપાયોનો ઘટના વિષે સરકારે ગૃહમાં જણાવ્યું હતું. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં એક હજાર કિલોથી વધુ ગૌમાંસ પકડાયુ હોય તેવા જિલ્લાઓ પર નજર કરીએ તો, આ પ્રમાણે તેની યાદી છે.
જિલ્લો | બે વર્ષમાં પકડાયેલું ગૌમાંસ (કિલો) |
સુરત | 55162 |
અમદાવાદ | 18345 |
દાહોદ | 5934 |
રાજકોટ | 2634 |
ભરૂચ | 2166 |
વડોદરા | 1804 |
જૂનાગઢ | 1610 |
અમરેલી | 1560 |
ગાંધીનગર | 1505 |
ભાવનગર | 1450 |
ખેડા | 1300 |
ગીરસોમનાથ | 1195 |
નવસારી | 1082 |
ગૌમાંસના ગોરખધંધાના મામલાને લઈને બંને પક્ષો આક્રમક રહ્યા હતા. જ્યારે આ ઘટના મામલે કોંગ્રેસ વધારે આક્રમક બની તો પ્રદીપસિંહ જાડેજાએ જણાવતા કહ્યું હતું કે તમારે પહેલા એ ખુલાસો કરવો જોઈએ કે, તમે ગૌવંશની કતલ કરનારની સાથે છો કે તેની વિરુદ્ધમાં છો. ગૌવંશની કતલ અને ગૌમાંસ પકડવાના મામલે ગ્યાસુદ્દીન શેખે વિધાનસભામાં આક્ષેપ કર્યા કે સરકારને ખ્યાલ જ છે કે પરપ્રાંતિય ટોળકી દ્વારા આ ચોરી કરવામાં આવે છે. ગ્યાસુદ્દીન શેખે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માગ કરી હતી.
વિધાનસભામાં ગૌવંશ પર ચર્ચા સમયે વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગૌવંશ બચાવવાનો કાયદો કોંગ્રેસ કાળમાં જ બન્યો હતો. રાજ્યની ગૌશાળામાં ગૌવંશ ભૂખે મરી રહ્યું અને ગૌચરની જમીન ખાનગી માણસોને આપી દેવામાં આવે છે તેવો આક્ષેપ પણ લગાવ્યો. જેના પર પ્રદિપસિંહ વળતો જવાબ આપતા ગૌવંશ પર આરોપીઓને બચાવવા ભલામણ ન કરતા તેવી અપીલ પણ કરી. વિધાનસભાગૃહમાં ભલે શાસક પક્ષ અને વિપક્ષ ગૌમાંસ પર આક્રમક હોય પણ જે રાજ્યમાં ગાયને માતા તરીકે માનવામાં આવે છે તે રાજ્યમાં ગૌમાંશ અને ગોવંશની મોટા પ્રમાણમાં હેરાફેરી થાય છે તે તો સરકારે તેનો સ્વીકાર કરવો જ પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.